HomeGujaratમોરબી: લક્ષ્મીનગર પાસે ખાનગી બસની ડમ્પર સાથે ટક્કર,8 લોકોને ઇજા 108ની ટીમે...

મોરબી: લક્ષ્મીનગર પાસે ખાનગી બસની ડમ્પર સાથે ટક્કર,8 લોકોને ઇજા 108ની ટીમે ત્વરિત સારવાર

મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ડમ્પર અને રાજસ્થાનથી મોરબી આવતી ખાનગી બસ વચ્ચે વહેલી સવારે 7:30વાગ્યાની આસપાસ જોરદાર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં પરશુરામ બીશનોઈ,પુરુ રામ ભાઈ યોગેશ સત્યમુક્તિ,ભટારામ જોગરામ,રહે બાડમેર, ભવરાજી દુબરાજી,પ્રવીણસિંહ રવિન્દ્રસિંહ,વેકટનગેશ નરસીમારહે જામનગર ભીમાભાઈ અમરસીભાઈ રહે પોરબંદર સહિતના મુસાફરોને ઇજા પહોંચી હતી.

ઘટનાની જાણ થતાં મોરબી પોલીસની ટીમ તેમજ મોરબી 108ની લાલબાગ લોકેશનના ઈએમટી મનીષભાઈ આહીર પાઇલોટ રામભાઈ આહીર તેમજ માર્કેટિંગ યાર્ડ લોકેશનના ઇએમટી ઈકબાલભાઈ અને પાઇલોટ જયદેવસિહ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઈજાગ્રસ્ત દર્દીઓને ઇમરજન્સી ટ્રીટમેન્ટ આપી વધુ સારવાર અર્થે મોરબી સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW