રાજપૂત કરણી સેના દ્વારા સમાજની વિવિધ જ્ઞાતિ અને સમુદાય વચ્ચે એકતા સ્થપાય તેવા ઉદેશથી રાજ્યના 10 જિલ્લામાં એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રા ૧ મે ના રોજ કચ્છ ખાતે આવેલ માતાના મઢેથી રવાના થઇ હતી અને અલગ અલગ શહેર અને જિલ્લામાં ફરી આજે મોરબી આવી પહોંચી હતી. મહારાણા પ્રતાપ સર્કલ ખાતે આવી હતી આ સ્થળેથી મોરબીના રાજપૂત સમાજના અલગ અલગ આગેવાનો સ્વાગત કરી કાર રેલીમાં જોડાયા હતા.

મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ ખાતે શહેરના મુખ્ય માર્ગો પર ફરી શનાળા ખાતે પહોંચી હતી રેલી દરમિયાન અલગ અલગ દેશના વિકાસ માટે પોતાનું બલીદાન આપનાર નેતાઓની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા આ દરમિયાન આલગ અલગ સમાજના આગેવાનો દ્વારા પણ સ્વાગત કર્યું હતું

