HomeGujaratરાજકોટમાં કેજરીવાલે સભા સંબોધી, કહ્યું વીજળી મફત આપીશું

રાજકોટમાં કેજરીવાલે સભા સંબોધી, કહ્યું વીજળી મફત આપીશું

બુધવારે રાજકોટ ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેર સભાને સંબોધી હતી ત્યારે તેમણ રાજ્યના લોકોને ફ્રીમાં વીજળી આપવા તેમજ પેપર ફૂટવા મામલે તેમજ રોજગારી મામલે ભાજપ પર પ્રહાર કર્યા હતા.

સરકાર પાટીલ ચલાવે છે:
સી આર પાટીલ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, સાંભળ્યું છે કે, ગુજરાતમાં મુખ્યમંત્રી કોઇપણ હોય સરકાર તો પાટીલ જ ચલાવે છે. ત્યારે હું પાટીલને કહેવા માગું છું કે તમે તો 27 વર્ષમાં કોઈને યાત્રા નથી કરાવી પણ જો અમારી સરકાર બનશે તો ગુજરાતના તમામ વડીલોને તીર્થયાત્રા કરાવીશું. સી આર પાટીલ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, સાંભળ્યું છે કે, ગુજરાતમાં મુખ્યમંત્રી કોઇપણ હોય સરકાર તો પાટીલ જ ચલાવે છે. ત્યારે હું પાટીલને કહેવા માગું છું કે તમે તો 27 વર્ષમાં કોઈને યાત્રા નથી કરાવી પણ જો  અમારી સરકાર બનશે તો ગુજરાતના તમામ વડીલોને તીર્થયાત્રા કરાવીશું. પાટીલ કહે છે હું ઠગ છું, હું તમને કહેવા માગું છું કે, કોઈ ઠગ સરકારી સ્કૂલ ઠીક કરાવે? કોઈ ઠગ શિક્ષણ અપાવે, કોઈ ઠગ સરકારી હોસ્પિટલ ઠીક કરાવે. શું તમને હું ઠગ દેખાવ છું.

27 વર્ષમાં કેટલી શાળાઓ બનાવી?
હું પાટીલને પૂછું છું કે 27 વર્ષમાં કેટલી શાળાઓ બનાવી ? પેપર ફૂટતા નથી રોકી શક્તા તો સરકાર કેમ ચલાવશો ? સભામાં કેજરીવાલે 13 વાર સી.આર. પાટીલનું નામ લીધું. આ સરકાર વીજળી ફ્રી નહીં આપે. આમ આદમી પાર્ટી લાવો અને વીજળી ફ્રી મેળવો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW