HomeGujaratમોરબી શહેરમાં ભૂગર્ભ ગટરની સમસ્યા બેકાબુ થતા અંતે ચીફ ઓફિસરે કર્યો એજન્સીનો...

મોરબી શહેરમાં ભૂગર્ભ ગટરની સમસ્યા બેકાબુ થતા અંતે ચીફ ઓફિસરે કર્યો એજન્સીનો કોન્ટ્રાકટ રદ

મોરબી પાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટર ઉભરાવવાની વર્ષો જૂની સમસ્યાઓનો કોઈ નક્કર ઉકેલ નથી મળતો શહેરના ઠેર ઠેર પાણી ઉભરાવવાની સમસ્યા વધતા ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાએ ભૂગર્ભ ગટર સાફ સફાઈ કરતી એજન્સીને નોટિસ આપી ખુલાસો માગતા એજન્સી પોતે આ કામ માટે અનુભવી ન હોય અને સાધનો વસાવવા સક્ષમ ન હોવાનો ખુલાસો આપતા આજે ચીફ ઓફિસરે એજન્સીનો કોન્ટ્રાકટ રદ કર્યા હતો.

મોરબી શહેરના મોટા ભાગના વિસ્તારમાં ભૂગર્ભ ગટર ઉભરાવવાની અને ઠેર ઠેર ઢાકણ તૂટેલ હોય છતાં તેની કાર્યવાહી ન થતી હોવાની અનેક ફરિયાદ ઉઠી હતી. પાલિકા વિસ્તારમાં આવતી ફરિયાદોમાંથી 50 ટકા ફરિયાદ જ નિકાલ થતા હોવાનું પાલિકા દ્વારા તપાસ કરતા આ ઉપરાંત લાખોના ખર્ચે પાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના પાણી નિકાલ માટે બનાવેલ પમ્પીગ સ્ટેશનની પણ યોગ્ય જાળવણી ન થતી હોવાથી ચીફ ઓફિસરે આ બાબતે વઢવાણની એજન્સી હર્ષદીપ કન્સ્ટ્રક્શનને ગત તા. 2 મેં 2022ના રોજ લેખિત નોટીસ આપી ખુલાસો માગવામાં આવ્યો હતો જે અંગે એજન્સીએ પોતાનો જવાબ રજૂ કર્યો હતો જેમાં તેને એવો ખુલાસો કર્યો હતો કે જે તે વખતે ટેન્ડર ભરવામાં આવ્યું ત્યારે તેની પાસે ડ્રેનેજ સાફ સફાઈ કે મેન્ટેનસનો અનુભવ ન હતો તેમની એજન્સી સીવીલ વર્ક ના કામ કરતી હોય જેથી ડ્રેનેજ સાફ સફાઈ કે મેન્ટેન્સ કામગીરી યોગ્ય રીતે કરી શકી નથી,

આ ઉપરાંત એજન્સીએ વસાવવાના થતા સાધનો અને વાહનો તેમજ સેફટી ગિયર્સના ખર્ચ વધારે થતા હોવાથી આ સાધનો પણ વસવાયા નથી ટેક્નિકલ ટીમનો પણ અનુભવ ન હોવાનું જણાવી પોતાનો કોન્ટ્રાકટ રદ કરવાની માગણી કરી હતી.
એજન્સીના ખુલાસા બાદ ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાએ તત્કાલીક અસરથી વઢવાણની એજન્સી હર્ષદીપ કન્સ્ટ્રક્શનનો કોન્ટ્રાકટ રદ કર્યો હતો.

એજન્સીએ હાલ પોતાના લેખિત ખુલાસામાં એવું જણાવ્યું હતું કે તેમની પાસે ભુગર્ભ ગટર સફાઈ કે પમપિંગ સ્ટેશનની સફાઈનો અનુભવ ન હોય તેમજ સાધનો વસાવાની કેપેસિટી ન હોવા છતાં પાલિકા દ્વારા આ એજન્સીને કયા આધારે કોન્ટ્રાકટ આપ્યો તે પણ એક સવાલ છે શું પાલિકાના અધિકારીઓ કોન્ટ્રાકટ પાસ કરતી વખતે આંખે પાટા બાંધીને કોન્ટ્રાકટ અપાયો હતો તેવા સવાલ ઉઠ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,340SubscribersSubscribe

TRENDING NOW