HomeGujaratરખડતા પશુને કારણે શિક્ષકે જીવ ગુમાવ્યો

રખડતા પશુને કારણે શિક્ષકે જીવ ગુમાવ્યો

ગાયના આતંકના કારણે એક રીટાયર્ડ શિક્ષકે પોતાનો જીવ ગુમાવ્યો પડ્યો છે.ખડતી ગાયોનો આતંકઆ ઘટના પાલનપુરમાં રવિવારે સવારે બની હતી, જ્યાં હનુમાન ટેકરી નજીક એક નિવૃત્ત શિક્ષક સંબંધીના સમાચાર લઇ ઘરે આવવા નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં હનુમાન ટેકરી પાસે હડકાઇ ગાય લોકોને અડફેટે લેતી જોઇ શિક્ષક પોતાની એક્ટિવા બાજુમાંથી લઇ ભાગ્યા હતા.

ત્યારે ગાય પણ તેમની પાછળ ભાગતાં શિક્ષક નજીકની સોસાયટીમાં ઘૂસતાં ગાયે તેમને એક્ટિવા ઉપરથી પટકી પગ અને શિંગડાં મારી ગંભીર રીતે ઘાયલ કર્યા હતા.આ અંગે મળેલી વિગતો મુજબ, ગાયના કારણે ગંભીર રીતે ઘવાયા બાદ તેઓને 108 મારફત સારવાર અર્થે હોસ્પિટલ પહોચાડવામાં આવ્યા તા, પરંતુ ખસેડાતાં સારવાર મળે તે પહેલાં જ શિક્ષકનું મોત નીપજ્યું છે.

પાલનપુર શહેરના જાહેર માર્ગો પર રખડતી ગાયો અને આખલાઓનો ત્રાસ વધવા લાગ્યો છે. જ્યાં અવાર-નવાર વાહનચાલકો સહિત રાહદારીઓને અડફેટે લેતા હોય છે, ત્યારે હવે આ પ્રકારના બનાવના કારણે જયારે રીટાયર્ડ શિક્ષકે પોતાનો જીવ ગુમાવ્યો છે,

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW