HomeGujaratલીંબુને કારણે બે પરિવાર વચ્ચે મારામારી, તું તું મૈ મૈ શરૂ

લીંબુને કારણે બે પરિવાર વચ્ચે મારામારી, તું તું મૈ મૈ શરૂ

લીંબુએ સામાન્ય જનતાના કિચનનો સ્વાદ બગાડી દીધો છે. લોકો લીંબુની ખરીદી કરી શકતા નથી. એવામાં કેટલીક જગ્યાઓ પરથી સમાચાર સામે આવી રહ્યા છે કે બે પક્ષોમાં ઝઘડા થઈ ગયા. અહીં સુધી કે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં શિકંજીને લઈને વિવાદમાં એક વ્યક્તિનું મોત પણ થઈ ગયું.

એવા જ એક સમાચાર પાટણથી પણ સામે આવ્યા છે.પાટણમાં પણ એક લીંબુએ બે પરિવાર વચ્ચે ઝઘડો કરાવવાનું કામ કર્યું અને પછી વિવાદ એટલો વધી ગયો કે મારામારી પણ થઈ ગઈ. આ આખી ઘટના પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગઈ છે. કાઠી ગામની રહેવાસી હંસાબેન ઠાકોર પોતાના ઘરનું કામ કરી રહી હતી. અનિતાબેન તેના ઘરે આવી અને હંસબેનની દીકરીને પૂછ્યા વિના જ ઘરમાંથી એક લીંબુ લેવા લાગી. તેના પર બંને વચ્ચે વિવાદની શરૂઆત થઈ ગઈ.

ત્યારે જ હંસબેને પોતાની દીકરીને પૂછ્યું કે તેના ઘરથી લીંબુ લઈને આવી છે, તો તેણે ના પાડી દીધી. અનિતાબેન પોતાના ઘરે જતી રહી અને થોડા સમય બાદ તે પોતાના પતિ સાથે હંસાબેનના ઘરે આવી અને કહેવા લાગી કે તમે પોતાની દીકરીને બીજાના ઘરથી લાવવનું શીખવો છો, ત્યારબાદ વિવાદ વધી ગયો. આ વિવાદ તું-તું મેં-મેંની શરૂઆત થઈને લાત-ઘૂસા સુધી પહોંચી ગયો. આ દરમિયાન હંસાબેનના ગળાનું સોનાનું લૉકેટ ગુમ થઈ ગયું અને આ ઘટના પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગઈ. પોલીસે અનિતાબેન અને એક અન્ય વ્યક્તિ વિરુદ્ધ કેસ દાખલ કરી લીધો છે.હાલમાં ઉનાળાના અકળાવી મુકે તેવી ગરમીમાં લીંબુના ભાવ પણ ભડકે બળી રહ્યા છે. હાલમાં 400 રૂપિયા સુધીના ભાવ હતા જેમાં થોડા ઘણા અંશે ઘટાડો થતા હાલમાં ભાવ 200 રૂપિયા પર સ્થિર થયા છે એ છતા પણ સામાન્ય માણસ માટે તો લીંબુ હજુ સપના સમાન જ છે. લીંબુના ભાવમાં તેજી જોવા મળતા 5 મહિના અગાઉ 25 રૂપિયા કિલો વેચાતા લીંબુ હવે 200 રૂપિયાના ભાવે બજારમાં વેચાઈ રહ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW