HomeGujaratકાળઝાળ ગરમી વચ્ચે ફરી આ વોર્ડમાં પાણી કાપ, જાણો કેમ આવી સ્થિતિ

કાળઝાળ ગરમી વચ્ચે ફરી આ વોર્ડમાં પાણી કાપ, જાણો કેમ આવી સ્થિતિ

ભાદર ડેમથી રાજકોટ આવતી પાણીની મોટી પાઇપલાઇનમાં બે દિવસ પહેલા ભંગાણ પડતા આ રીપેરીંગ માટે રવિવારથી બે દિવસ સુધી 12 વોર્ડ (પાર્ટ)માં પાણી વિતરણ બંધ રાખવા મહાપાલિકાએ નિર્ણય લીધો છે. ભરઉનાળે લેવામાં આવનારા આ શટડાઉનની વિગત મુજબ ભાદર ડેમ પાસે નવાગામ-લીલાખા ગામ વચ્ચેથી 900 એમએમની પાઇપલાઇન આવે છે. રાજકોટને રોજ 40 થી 45 એમએલડી પાણી ભાદરમાંથી મળે છે અને સેન્ટ્રલ ઝોનમાં પાણી વિતરણ કરવામાં આવે છે.

ગોંડલ રોડના નવલનગર, ગુરૂપ્રસાદ, અંબાજી કડવા પ્લોટ, ભકિતનગર, ઢેબર રોડ, વાણીયાવાડી, પૂજારા પ્લોટ, નારાયણનગર, ઢેબર કોલોની, આનંદનગર, અંબિકા ટાઉનશીપ, વાવડી સહિતના વિસ્તારોમાં પાણી કાપ રહેશે. જ્યારે નવલનગર, કૃષ્ણનગર, ત્રિવેણીનગર, ભોલેનાથ સોસાયટી, ગુરુપ્રસાદ સોસાયટી, કૈલાસનગર, પંચશીલ સોસાયટી, હરિદ્વાર સોસાયટી, સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયા, ગુણવતીનગર, જે.કી.પાઠક પાર્ક, શિવનગર, રામનગર, લોધેશ્વર સોસાયટી, માલવિયા નગર, અંબાજી કડવા પ્લોટ, સ્વાશ્રય સોસાયટી, વેધવાડી, જૂની પપૈયાવાડી, નવી પાપૈયા વાડી, ટપુભવાન પ્લોટમાં રવિવારે પાણી કાપ રહેશે.

વાવડી ગામ, વિશ્વકર્મા સોસા., મહમદી બાગ, શકિતનગર, રસુલપરા, બરકાતીનગર, મધુવન સોસા., ગોવિંદરત્ન, જે.કે.સાગર, વૃંદાવનવાટીકા, આકાર હાઇટસ, પુનિત પાર્ક, અંબિકા ટાઉનશીપ વિગેરે સોસાયટીનો સમાવેશ પાણી કાપ વિસ્તારમાં થાય છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW