HomeGujaratઅમરનાથ યાત્રા પહેલા મળી સુરંગ, આતંકીઓ મોટું પ્લાનિંગ કરવાના હતા

અમરનાથ યાત્રા પહેલા મળી સુરંગ, આતંકીઓ મોટું પ્લાનિંગ કરવાના હતા

અમરનાથ યાત્રાના પ્રારંભ પહેલા જમ્મુ કાશ્મીરમાં મળી સુરંગઅમરનાથ યાત્રા આગામી જુન માસથી શરુ થવાની છે તેવામાં જમ્મુ કાશ્મીરના સાંબા જીલ્લામાં એક સુરંગ મળી આવતા ચકચાર મચી ગઈ છે. અમરનાથ યાત્રાને નિશાન બનાવવાના આતંકી ઈરાદાનો ઈતિહાસ ઘણો જુનો છે. તેવામાં જમ્મુ કશ્મીરના સાંબા જીલ્લાના ચક ફકીરા માં BSF ને એક સુરંગ મળી આવી હતી. આ વિસ્તાર પડોસી દેશ પાકિસ્તાનની સરહદથી નજીક છે. સુત્રોનું કહેવું છે કે, કેટલાક દિવસ પહેલા જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓની ઘુસપેઠ આ સુરંગથી થઇ હતી.

આ સુરંગ આંતરરાષ્ટ્રીય સરહદથી ફક્ત 150 મીટર દુર છે. જયારે પાકિસ્તાન પોસ્ટ ચમન ખુર્દથી ફક્ત 900 મીટર દુર છે. 30 જુનથી શરુ થઇ રહેલી અમરનાથ યાત્રા વચ્ચે આ સુરંગનું મળવું ચોકાવનાર બાબત છે. BSFએ જણાવ્યું કે, આતંકવાદીના આવા ઈરાદાઓ અમરનાથ યાત્રામાં અવરોધ કરવાનો છે. 1990માં જયારે કાશ્મીરી પંડિતોની હિજરત થઇ હતી તે વર્ષે ફક્ત ચાર હાજર લોકોએ અમરનાથ યાત્રા કરી હતી.

જયારે 1988માં 96,000 શ્રદ્ધાળુએ બાબા બર્ફાનીના દર્શન કર્યા હતા. આ યાત્રાનું જે સ્વરૂપ આજે જે આપણે જોઈએ છીએ તેની પાછળ ક્યાંક ને ક્યાંક 1994માં આતંકી સંગઠન હરકત-ઉલ અન્સાર દ્વારા યાત્રા રોકવામાં આવી હતી. કાશ્મીર મુદ્દાના જાણકાર જણાવે છે કે, પહેલા અમરનાથ યાત્રા કાશ્મીરી પંડિતોની એક સ્થાનિક યાત્રાના રૂપમાં પ્રચલિત હતી અને વધારે ને વધારે અઠવાડિયા સુધી ચાલતી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW