ઉતરપ્રદેશમાં 1 લાખથી વધુ ધર્મસ્થાનો પરના લાઉડ સ્પીકર રાજય સરકારે ઉતારી લીધા છે અને હવે લાઉડ સ્પીકર રાખવા માટે ધર્મસ્થાનોએ મંજુરી લેવી પડશે. તંત્ર એ આ પ્રકારની વ્યવસ્થા ઊભી કરી છે. જોકે છે છેલ્લા કેટલાક સમયથી લાઉડસ્પીકરને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જેમાં હવે હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે.
ઉતરપ્રદેશ સરકારે રાજયમાં તમામ ધાર્મિક સ્થાનો પરથી લાઉડ સ્પીકર ઉતારી લેવાનો જે આદેશ આપ્યો છે તેને પડકારતી એક રીટ અરજી ફગાવતા અલ્લાહબાદ હાઈકોર્ટે જણાવ્યું હતું કે, આઉડ સ્પીકર પર અઝાન એ કોઈ મૌલીક અધિકાર નથી. ધર્મસ્થાનો પર લાઉડ સ્પીકરની મંજુરી એ રાજય સરકારને આધીન છે. વિવેકકુમાર બિરલાની ખંડપીઠે આ આદેશમાં જણાવ્યું હતું કે મસ્જીદના સંચાલકો દ્વારા જીલ્લા કલેકટર પાસે લાઉડ સ્પીકર લગાવવાની મંજુરી માંગવામાં આવી હતી. હાઈકોર્ટના ચૂકાદા સાથે જ હવે રાજયમાં અને દેશમાં એક ચોખવટ થઈ ચૂકી છે.

