મોરબી શહેરમાં મહિલાઓના દાગીના પર નજર બગાડતી સમડી ગેંગ અવાર નવાર ત્રાટકી રહી છે અને મહિલાઓના કીમતી દાગીના ઝુટવી લઇ પોલીસને જાણે તમારાથી થાય તેમ કરી લો એમ ખુલ્લો પડકાર ફેકતા હોય તેમ લાગી રહ્યું છે આગાઉ પણ આ રીતે મહિલાઓના ચેન ઝુટવી લેવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે ત્યારે વધુ એક સમડી ગેંગનો તરખાટ જોવા મળ્યો છે જે મુજબ મકનસર ગામમાં રહેતા ચેતનાબેન ધર્મેશભાઈ કરકટા નામની મહિલા મોરબી નજીક શનાળા ગામ પાસે આવેલ શક્તિ માતાના મંદિર પાછળની શેરીમાંથી પસાર થતા હતા. તે દરમિયાન બાઈકમાં કોફી કલરના શર્ટ અને કાળું પેન્ટ તેમજ ગળામાં રૂમાલ બાંધીને આવેલ શખ્સે મહિલાની નજર ચૂકવી ગળામાં પહેરેલ રૂ 2.70 લાખની કિમતના પયહાર અને પાટી પારો 09 તોલા જેટલા દાગીના કાઢી લીધા હતા. મહિલાને ધક્કો મારી પાડી દઈ લોકોની નજર ચૂકવી ગુમ થઇ ગયો હતો. બનાવ અંગે એ ડીવીઝન પોલીસે ચેતનાબેનની ફરિયાદ આધારે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

