HomeGujaratભારતમાં સૌથી મોટું અને પ્રથમ ખાનગી રોકાણ મેળવવામાં અદાણી સફળ

ભારતમાં સૌથી મોટું અને પ્રથમ ખાનગી રોકાણ મેળવવામાં અદાણી સફળ

ભારતના બીજા સૌથી મોટા મુંબઈમાં આવેલા છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (CSMIA) ની માલિકી અને સંચાલન કરી રહેલ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિ.એ (MIAL) એપોલો સંચાલિત ક્રેડિટ ફંડ્સમાંથી 750 મિલીઅન અમેરીકી ડોલરની સિનિયર સિક્યોર્ડ પ્રાઇવેટ પ્લેસમેન્ટ નોટ્સ સફળતાપૂર્વક એકત્ર કરી છે.

મુંબઇ ઇન્ટર નેશનલ એરપોર્ટ લિ.માટે ૭થી ૨૫ વર્ષની મોટાભાગની આવક સાથે વર્તમાન ટૂંકમાં પાાકતી લોન અને નવા મૂડી ખર્ચ માટે પુનર્ધિરાણના હેતુ માટે 750 મિલીઅન યુએસ ડોલરની નોટ્સ ઉપયોગમાં લેવાશે. આ નોટ્સ સાથે, મુંબઇ ઈનટરનેશનલ એરપોર્ટને લાંબા ગાળા માટેના મૂડી ઉકેલ પૂૂરો પાડવામાં એપોલોનો ક્રેડીટ બિઝનેસ સક્ષમ હતો.. મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટલિ. (MIAL) એ અદાણી એરપોર્ટ હોલ્ડીંગ લિ.(AAHL) દ્વારા વિસ્તરી રહેલા એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પોર્ટફોલિયોમાં એક પ્રતિષ્ઠિત સંપત્તિ છે અને ભારતમાં અત્યાર સુધી પૂર્ણ થયેલ સૌથી મોટું પ્રાઈવેટ પ્લેસમેન્ટ છે. જેનાથી એરપોર્ટના માળખાકીય વિકાસને નવું બળ મળશે. અપોલોના પાર્ટનર અને ઇમર્જિંગ માર્કેટ ડેટના ગ્લોબલ હેડ બ્રિજિટ પોશ્કે જણાવ્યું હતું કે, “અમોને ભારતમાં મિશન-ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એસેટ માટે મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે વ્યાપક લાંબા ગાળાનો મૂડી ઉકેલ પૂૂરો પાડવા માટે અદાણી સાથે કામ કરવાનો આનંદ છે.’’. “મહત્વપૂર્ણ બજારની અસ્થિરતા વચ્ચે, સમગ્ર ટ્રાન્ઝેક્શન માટેની પ્રતિબદ્ધતા અને લાંબા ગાળાની દૃષ્ટિએ વિચારવાની અમારી ક્ષમતા એપોલોના વૈશ્વિક ક્રેડિટ પ્લેટફોર્મ અને કાયમી મૂડી આધારની કેટલીક મુખ્ય શક્તિઓને પ્રતિબિંબિત કરે છે.” એમ તેમણે ઉમેર્યું હતું.

મુંબઇ ઇન્ટર નેશનલ એરપોોર્ટસ લિ.(MIAL) ના મુખ્ય કારોબારી અધિકારી શ્રી પ્રકાશ તુલસિઆનીએ જણાવ્યું હતું કે, “અમે મુંબઈ એરપોર્ટ ઉપરથી થતા કાર્યાત્મક પરિવહનને એક ગતિશીલ, સંપૂર્ણ વ્યવસાયના રુપે, આતિથ્ય અને મુંબઈગરાઓ સહીત સમગ્ર પ્રદેશ માટે લેઝર ઇકોસિસ્ટમમાં પરિવર્તિત કરવા માટે ઉત્સાહી છીએ.”. “અદાણી પોર્ટફોલિયોની તમામ યોજનાઓના ઝડપી અમલવારી કરવા માટે પુરવાર થયેલા અભિગમને અનુરુપ આ નોટ્સની આવક અમોને મુંબઇ ઇન્ટર નેશનલ એરપોર્ટ લિ. (MIAL)ના રૂપાંતરને વેગ આપવા અને રોગચાળા પછીના સમયગાળામાં અમારા હિસ્સેદારોને વિપુુલ પ્રમાણમાં મૂલ્ય પ્રદાન કરવા અને ગ્રાહક સમૂહના અનુભવને સુધારવાનો માર્ગ મોકળો કરવામાં અમારો ઉત્સાહ વધારશે.” એમ તેમણે વધુમાં કહ્યું હતું.

અદાણી એરપોર્ટસ હોલ્ડીંગ લિ.( AAHL) ના પોર્ટફોલિયોમાંની વ્યૂહાત્મક સંપત્તિ એવા મુંબઇ ઇન્ટર નેશનલ એરપોર્ટસ લિ. (MIAL) દ્વારા જારી થયેલ આ નોટ્સ તેની મૂડી વ્યવસ્થાપન યોજનામાં પ્રથમ પગરણ છે. અદાણી એરપોર્ટસ હોલ્ડીંગ લિ(AAHL) મૂડીના વિવિધ સ્ત્રોતના સેતુઓ સુધીની પહોંચ થકી ધિરાણના સ્ત્રોતોમાં વિવિધતા લાવવાનું ચાલુ રાખશે. તેના અસ્તિત્વની સદીના આરે પહોંચવા આવેલા અને ભવ્ય અને સમૃધ્ધ ઇતિહાસ ધરાવતા છત્રપતિ શિવાજી મુંબઇ ઇન્ટર નેશનલ એરપોર્ટ મુંબઇ સમેત શેષ ભારત અને વિશ્વ માટે મુંબઈનું પ્રવેશદ્વાર બની રહ્યું છે. વિશ્વના સૌથી વ્યસ્ત સિંગલ-રનવે એરપોર્ટ પૈકીનું એક અને દેશનું બીજું સૌથી મોટું એરપોર્ટ છે. આ એરપોર્ટ અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ. (AAHL) હેઠળના આઠ એરપોર્ટની અસ્ક્યામતોના નેટવર્કનો એક મહત્વનો ભાગ છે.મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિ.(MIAL) નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (NMIAL)માં પણ 74% હિસ્સો ધરાવે છે,

જે ઉપનગરીય મુંબઈમાં વિકસાવવામાં આવી રહ્યું છે, તે જ્યારે કાર્યાન્વિત થશે ત્યારે મુંબઈ મેટ્રોપોલિટન રિજીઅનમાં મુસાફરોને સેવા આપતું “ટ્વીન એરપોર્ટ” હશે. તાજેતરમાં નવી મુંબઇ ઇન્ટર નેશનલ એરપોર્ટલિ( NMIAL) એ ભારતીય સ્ટેટ બેંક સાથે રુ. 12770કરોડના સમગ્ર રુણની જરૂરિયાતને પહોંચી વળવા ફાઇનાન્સિઅલ ક્લોઝરની જાહેરાત કરી હતી. મુંબઇ ઇન્ટર નેશનલ એરપોર્ટ લિ.(MIAL) SDG 7 (પોષણક્ષમ અને સ્વચ્છ ઊર્જા), SDG 11 (ટકાઉ શહેરો અને સમુદાયો) SDG 13 (Climate Action) કે જેમાં સૌર ઉર્જાની યોજનાઓ સ્થાપવા, વીજળી સંચાલિત વાહનોના વપરાશ અને LED લેમ્પમાં રુપાંતર સહીતની અન્ય બાબતો પર ચોક્કસ લક્ષ્ય સાથે યુએન સસ્ટેનેબિલિટી ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. એરપોર્ટે ટકાઉ જળ વ્યવસ્થાપન પ્રણાલી દ્વારા 100% સિંગલ-યુઝ પ્લાસ્ટિક ફ્રી ફિલોસોફી અને ઝીરો વોટર ડિસ્ચાર્જનો ઉપયોગ કર્યો છે. તાજેતરમાં, કોન્ફેડરેશન ઑફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ટર્મિનલ 2 ને IGBC ગ્રીન એક્ઝિસ્ટિંગ બિલ્ડિંગ ઑપરેશન અને મેન્ટેનન્સ કૅટેગરીમાં IGBC પ્લેટિનમ રેટિંગ સાથે ફરી એક વખત પ્રમાણિત કરવામાં આવ્યું છે. એલન અને ઓવરી અને સિરિલ અમરચંદ મંગલદાસે આ નોટ્સ ઇશ્યુ કરવા માટે મુંબઇ ઇન્ટરનેશનલ લિ.(MIAL) ના કાનૂની સલાહકાર તરીકે કામ કર્યું હતું, જ્યારે લિંકલેટર્સ અને તલવર ઠાકોર અને એસોસિએટ્સે એપોલોના કાનૂની સલાહકાર તરીકે કામ કર્યું હતું. એપોલો એ વૈશ્વિક ટોચની-વૃદ્ધિ વૈકલ્પિક એસેટ મેનેજર છે. અમારા એસેટ મેનેજમેન્ટ બિઝનેસમાં અમે ઉપજ, હાઇબ્રિડ અને ઇક્વિટી એવી ત્રણ બિઝનેસ વ્યૂહરચનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને અમારા ગ્રાહકોને જોખમ-પુરસ્કારના સ્પેક્ટ્રમ સાથે રોકાણ ગ્રેડથી પ્રાઇવેટ ઇક્વિટી સુધીની દરેક બાબતમાં વધારાનું વળતર આપવાનો પ્રયત્ન કરીએ છીએ:

ત્રણ દાયકા કરતાં વધુ સમયથી, અમારા સંપૂર્ણ સંકલિત પ્લેટફોર્મ પર અમારી રોકાણની કુશળતા વડે અમારા ગ્રાહકોની નાણાકીય વળતરની જરૂરિયાતો પૂરી કરી છે અને વ્યવસાયોને વૃદ્ધિ માટે મૂડીના અવનવા ઉકેલો પૂરા પાડ્યા છે. અમારા નિવૃત્તિ સેવાઓના વ્યવસાય એથેન મારફત અમે નિવૃત્તિ બચત સેવાઓ ગ્રાહક સમૂદાય અને સંસ્થાઓને પૂરી પાડીને એક ઉકેલ પ્રદાતા તરીકે કામ કરીને ગ્રાહકોને નાણાકીય સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં અને સહાયકની ભૂમિકા અદા કરવામાં નિષ્ણાત છીએ. અમારા કર્મચારીઓ અને અમે જે સમુદાયોને પ્રભાવિત કરીએ છીએ તે માટેની તકોને વિસ્તૃત કરવા અને હકારાત્મક પરિણામો પ્રાપ્ત કરવા માટે અમારા ગ્રાહકો, અમે રોકાણ કરીએ છીએ તેવા વ્યવસાયોમાં રોકાણ કરવા માટે અમારું ધૈર્ય સર્જનાત્મક અને જાણકારીનો અભિગમ બંધ બેસે છે. 31 ડિસેમ્બર, 202q સુધીમાં એપોલો પાસે મેનેજમેન્ટ હેઠળ અંદાજે 498 બિલિયન ડોલર સંપત્તિ હતી.

AAHL મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પ્રાઈવેટ લિમિટેડમાં 73% ધરાવે છે, જે બદલામાં NMIALમાં 74% ધરાવે છે. તેના મેનેજમેન્ટ અને ડેવલપમેન્ટ પોર્ટફોલિયોમાં આઠ એરપોર્ટ સાથે AAHL હવે ભારતની સૌથી મોટી એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે, જે એરપોર્ટ ફૂટફોલનો 25% હિસ્સો ધરાવે છે અને ભારતના 33% એર કાર્ગો ટ્રાફિક ઉપર વર્ચસ્વ ધરાવે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW