HomeNationalRBIએ વ્યાજદરમાં કર્યો 0.40 કર્યો વધારો, સેન્સેક્સમાં 1300 પોઈન્ટનો કડાકો

RBIએ વ્યાજદરમાં કર્યો 0.40 કર્યો વધારો, સેન્સેક્સમાં 1300 પોઈન્ટનો કડાકો

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નરે અચાનક બેન્ચમાર્ક રેટને વધારવાની જાહેરાત કરી છે. આરબીઆઈ મોનિટરી પોલિસી કમિટીએ રેપો રેટમાં 40 બેસિસ પોઈન્ટ એટલે કે 0.4 ટકાનો વધારો કર્યો છે. હવે રેપો રેટ વધીને 4.4 ટકા થયો છે. આ નિર્ણય બાદ સેન્સેક્સમાં 1300 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો.

આરબીઆઈના ગર્વનર શક્તિકાંત દાસે દેશમાં વધી રહેલી મોંઘવારીને ધ્યાને રાખીને અચાનક જ આજે રેપો રેટમાં 40 બેસિસ પોઈન્ટ એટલે કે 0.4 ટકાનો વધારો કર્યો છે. રેપો રેટ હવે 4.4 ટકા થઈ ગયો છે. જો કે આ નિર્ણય બાદ સેન્સેક્સમાં ઉથલપાથલ જોવા મળી હતી. સેન્સેક્સમાં 130 પોઈન્ટનો કડાકો થયો છે. છેલ્લાં બે વર્ષથી આરબીઆઈએ તેની ઉદાર નીતિને યથાવત્ રાખી હતી. એપ્રિલ 2022 સુધી થયેલી મોનિટરી પોલિસીની અગાઉની 11 બેઠકમાં પોલિસી રેટને યથાવત્ રાખવામાં આવ્યો હતો. હાલ આ મહિનાની શરૂઆતમાં થયેલી બેઠકમાં પણ એમપીસીએ રેપો રેટને 4 ટકા અને રિવર્સ રેપો રેટના દરને 3.35 ટકા પર યથાવત્ રાખ્યો હતો.

આરબીઆઈએ એમપીસીની બેઠક પછી મીડિયાને સંબોધન કરતાં કહ્યું હતું કે માર્ચ 2022માં રિટેલ મોંઘવારી ઝડપથી વધીને 7 ટકાએ પહોચી. ખાસ કરીને ખાવા-પીવાની ચીજોની મોંઘવારીને કારણે હેડલાઈન સીપીઆઈ ઈન્ફ્લેશન એટલે રિટેલ મોંઘવારી ઝડપથી વધી છે. આ સિવાય જિયોપોલિટિકલ ટેન્શને પણ મોંઘવારીને વધારી છે. ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેનની વચ્ચે છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહેલા યુદ્ધને કારણે ઘઉં સહિત ઘણાં અનાજોના ભાવ વધી ગયા છે. આ તણાવથી ગ્લોબલ સપ્લાય ચેન પર ખરાબ અસર પડી છે.

રિઝર્વ બેન્કે રેપો રેટની સાથે કેશ રિઝર્વ રેશિયો પણ 0.50 ટકા વધારવાનો નિર્ણય કર્યો છે. ગવર્નર દાસે જણાવ્યું હતું કે વ્યાજદર વધવાનો નિર્ણય મધ્ય ગાળામાં ઈકોનોમિક ગ્રોથના પ્રોસ્પેક્ટને મજબૂત બનાવવા માટે લેવામાં આવ્યો છે. ગ્લોબલ ઈકોનોમિક રિકવરી હવે સુસ્ત થવા લાગી છે. રિઝર્વ બેન્ક એમપીસીએ રેપો રેટ વધારવા સિવાય એકમોડેટિવ મોનિટરી પોલિસી સ્ટાન્સ જાળવી રાખવાનો નિર્ણય પણ કર્યો છે. જોકે રેપો રેટ વધવાને કારણે સામાન્ય લોકોને વધારે અસર થશે. પહેલેથી જ મોંઘવારીનો માર સહન કરતા સામાન્ય લોકોને હવે ઈએમઆઈ વધતાં વધારાનો બોજ સહન કરવો પડશે. સેન્ટ્રલ બેન્કના આ નિર્ણય પછી હોમ લોન અને કાર લોન સહિત દરેક પ્રકારની લોન મોંઘી થશે અને ઈએમઆઈની રકમ વધી જશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW