HomeGujaratઉનાળુ વેકેશન શરૂ થતાં મોરબીવાસીઓ ફરવા નીકળી પડ્યા કાશ્મીર, હિમાચલનો ક્રેઝ વધ્યો,ટ્રેન...

ઉનાળુ વેકેશન શરૂ થતાં મોરબીવાસીઓ ફરવા નીકળી પડ્યા કાશ્મીર, હિમાચલનો ક્રેઝ વધ્યો,ટ્રેન 28 મેં સુધી ફૂલ

શાળા કોલેજમાં ઉનાળુ વેકેશન શરૂ થઈ જતા લોકો હરવા ફરવાનું આયોજન કરવા લાગ્યા છે તો ઘણા પરિવાર તો ફરવા પણ નીકળી પડ્યા છે.મોરબીથી આ વર્ષે હિમાચલ પ્રદેશમાં ચારધામ યાત્રામાં જવાનો ક્રેઝ વધ્યો છે. આ સિવાય નવ પરણીત યુગલોમાં કાશ્મીર, કુલું મનાલી, શિમલા, ડેલહાઉસી અસમ સહિતના ઠંડા પ્રદેશમાં ફરવા જવાનો ક્રેઝ વધ્યો છે.

જેના કારણે ગુજરાત થી ખાંસ કરીને સૌરાષ્ટ્ર તેમજ અમદાવાદથી ઉત્તર ભારત તરફ જતી ટ્રેન 28 -29મેં સુધી હાઉસફુલ થઈ ચૂકી છે. આ જ રીતે સામાન્ય કે મધ્યમ વર્ગના ઓછા બજેટમાં ફરવાનું પ્લાનિંગ કરતા પરિવાર સાસણગીર,સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ વળ્યા છે.

કોરોના મહામારીના કારણે મોટા ભાગના રાજ્યમાં પ્રતિબંધ હોવાથી છેલ્લા 2 વર્ષથી ઉનાળુ વેકેશન લોકોએ ઘરમાં જ ગાળવું પડ્યું હતું જોકે આ વર્ષે લોકો કોરોનાનો ભય સાઈડમાં મૂકી ફરવા નીકળી પડ્યા છે. હાલ વિદેશી ફ્લાઇટમાં ભાડું ખૂબ ઊંચું હોય તેમજ ઘણા બધા દેશમાં પ્રતિબંધ હોવાથી ભારતમાં લોકો ફરવા જઈ રહ્યા છે મોરબીની વાત કરીએ તો અહીંથી ફેમેંલી સાથે ફરવા જતા લોકો હિમાચલ પ્રદેશમાં ચાર ધામની યાત્રા કરી રહ્યા છે તો નવ પરિણીત યુગલો કે કાશ્મીર, કુલુમનાલી કે સિમલા તરફ જઈ રહ્યા છે. ચાર ધામની યાત્રા જઈ રહ્યા છે. ટુર ઓપરેટરોના જણાવ્યા મુજબ ફલાઇટનું ભાડું

હાલ સાંમાન્ય સિઝન કરતા બમણું ભાડું થઈ ગયું છે.સામાન્ય દિવસોમાં અમદાવાદ થી દિલ્હી 12,000 જેટલું રિટર્ન જેના કારણે લોકો ટ્રેન તરફ વળ્યા છે.જેના કારણે મેં મહિના સુધી ચાર ધામ યાત્રા તેમજ કાશ્મીર તરફ જતી ટ્રેન ફૂલ છે. અને જૂન મહિના સુધી વેઇટિંગ છે.કાશ્મીરમાં હોટેલ પણ ફૂલ થવા લાગી છે અને ભાડું ખૂબ ઉચુ લેવાયા હતા.વિદેશ પ્રવાસની વાત કરીએ તો નેપાળ અને ભૂતાન બે દેશ જ હાલ ફરવા જઇ રહ્યા છે કારણ કે બીજા દેશમાં હજુ પ્રતિબંધ છે તો ફ્લાઈટના રેટ ખૂબ વધી ગયા છે.માત્ર લોકો આઉટ ઓફ ગુજરાત જ ફરવા જઇ રહ્યા છે તેવું નથી પણ ઓછું બજેટ ધરાવતા મધ્યમવર્ગીય પરિવાર હાલ ગુજરાતમાં જૂનાગઢ સાસણ ગીર,સોમનાથ, દિવ,તરફ જઈ રહ્યા છે તો ઘણા પરિવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી, માઉન્ટ આબુ તરફ પણ જઈ રહ્યા છે.આ વર્ષે પ્રવાસીઓનો ધસારો વધતા ટુર ઓપરેટરોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.અને આ. વર્ષે ટુર બિઝનસ નીકળતા છેલ્લા બે વર્ષથી થઈ રહેલા નુકશાનમાંથી બહાર નીકળવાની આશા સેવાઈ રહી છે.

કોરોના બાદ ઉનાળા વેકેશન સિઝન ખુલી છે
કોરોના મહામારીના કારણે છેલ્લા 2 વર્ષથી ટુરિઝમ બિઝનસ સાવ ઠપ્પ હતો જોકે આ વર્ષે ઉનાળુ વેકેશનની સિઝન ખુલી છે અને લોકો ફરવા નીકળ્યા છે. જેના કારણે આ વર્ષે અમને સારી આવક થવાની આશા છે અને છેલ્લા 2 વર્ષથી થઈ રહેલ નુકશાનથી રાહત મળશે તેમ બારસન્સ ટુર એન્ડ ટ્રાવેલ્સના પીયૂષભાઈએ જણાવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW