HomeGujaratમાળિયાના બગસરામાં પાણીની ટાંકી જર્જરિત, નવી ટાંકી બનાવવા ગ્રામ પંચાયતની માંગ

માળિયાના બગસરામાં પાણીની ટાંકી જર્જરિત, નવી ટાંકી બનાવવા ગ્રામ પંચાયતની માંગ

મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકાના બગસરા ગામમાં પીવાના પાણીની નવી પાઇપલાઇન નાના ભેલા થી ભાવપર બાયપાસ અથવા કોઈ અન્ય નવી લાઈન બગસરા સીધી જ આવતી હોય તો તે ગમે તે એક વિકલ્પ થી બગસરા ગામને પીવાનું પાણી પુરતુ મળે તેવી ગ્રામ પંચાયતે પાણી પુરવઠા વિભાગને લેખિત રજૂઆત કરી છે સાથે સાથે ગામમાં આવે પીવાના પાણીની ટાંકી પણ ખુબ જૂની અને જર્જરિત છે જેના કારણે પાણીની આ લાઈન વારંવાર તુટી જાય છે.

તથા ભાવપરના નાલા પાસે લાઇનમાંથી પાણી નીકળી જાય છે. જેના કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યી છે ત્યારે આ બાબતે બગસરા ગ્રામ પંચાયત દ્વારા તો તે મંજુર કરી વહેલીતકે નવા સંપ તથા ટાંકી બનાવવા માંગણી કરવામાં આવી છે પાણી ટાંકી નિર્માણ માટે જો ગ્રામ પંચાયતે કોઈ રકમ ભરવાની થતી હોય તો તે રકમ ગ્રામ પંચાયત લોક ફાળો એકઠો કરી ભરવા તૈયાર હોવાની ખાતરી આપી છે આ પાણીની પાઇપલાઇન તથા સંપ તથા ઉંચી ટાંકી તાત્કાલીકના ધોરણે સર્વે કરી આગળની કાર્યવાહી કરવા હુકમ કરવા ગ્રામ પંચાયતના સરપંચ ગૌરીબેન પીપળીયાએ પાણી પુરવઠા વિભાગ કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW