આજકાલ પૂર્વ દિશાના આકાશમાં એક સાથે ઘણા બધા ગ્રહો જોવા મળે છે. આ ઘટનાની ચરમસીમા પહેલી મે ૨૦૨૨ના દિવસે રહેશે. આ દિવસે બીજા બધા ગ્રહોની સાથે સાથે ગુરુ અને ચંદ્રનું મિલન નરી આંખે જોવા મળશે. આવી ઘટના વારંવાર બનતી નથી. તેથી આ ઘટનાનું વિસ્તાર પૂર્વક વર્ણન મારી અગાઉની પોસ્ટમાં કરેલું હતું. તે વાંચીને ઘણા બધા વ્યક્તિઓએ આ ઘટનાને ટેલિસ્કોપથી જોવા માટેની ઈચ્છા દર્શાવી. જેના આધારે તા. 1-5-22ના રોજ સવારે 4થી 6.30 કલાક સુધી જાહેરજનતા માટે આકાશ દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન ફ્રી છે. રજીસ્ટ્રેશન માટે 7600013880 પર આપના નામનો whatsapp મેસેજ કરવો. તેમજ સાત વર્ષથી નાના બાળકો ને આ કાર્યક્રમમાં સામેલ નહીં કરી શકીએ. આ કાર્યક્રમ માટે અમદાવાદના નારણપુરા વસ્તારમાં આવેલી લાઈફ કેર હોસ્પિટલ સામે સરદાર પટેલના બાવલા સામે અભીરથ કોમ્પલેક્સ, ત્રીજા માળે અંકુર હોબી સેન્ટરનો રૂબરૂ તથા ટેલિફોન નંબર 079 66621313 તથા 079 27681796 ઉપર સંપર્ક સાધવા જણાવ્યું છે.

