HomeGujaratમોરબીના અગરિયા વિસ્તારમાં સગર્ભા માતા અને બાળકોને ફળનું વિતરણ કરાયું

મોરબીના અગરિયા વિસ્તારમાં સગર્ભા માતા અને બાળકોને ફળનું વિતરણ કરાયું

મોરબી જિલ્લાનાનાના રણ વિસ્તારમાં આવેલ અગરિયાઓને છેવાડાના વિસ્તારમાં અનેક સુવિધાઓથી વંચિત અગરિયા પરિવારના બાળકો માટે મોરબી જીલ્લા પંચાયત ICDS વિભાગ, આરોગ્ય શાખા મોરબી તેમજ અગરીયા હિતરક્ષક મંચ આને હળવદ ICDS વિભાગ હળવદ મોબાઈલ હેલ્થ યુનિટ હળવદ ટિકર રણ આંગણવાડી વર્કર બહેનો ના સંયુક્ત પ્રયાસે હળવદ ટિકર અગર વિસ્તારમાં અગરિયાઓના બાળકો, કિશોરીઓ, ધાત્રી માતાઓ, સગર્ભા બહેનો ને ગરમ નાસ્તો, ફ્રુટ અને ટી.એચ.આરનુ વિતરણ કરવામાં આવ્યું હતું. આરોગ્યની મોબાઈલ હેલ્થ વાન દ્વારા હળવદ અગર વિસ્તારોમાં અગરિયા ભાઈયો, બહેનો અને બાળકોને આરોગ્ય માટે દવા ઓનુ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અગરિયા હિતરક્ષક મંચના મોરબી જિલ્લા કોર્ડીનેટર મારૂતસિંહ બી. બારૈયા, ટીકર રણ આંગણવાડી કેન્દ્રના આંગણવાડી વર્કર બહેનો બિન્દુબેન, સોનલ બહેન તેમજ ટિકર રણ મોબાઈલ હેલ્થ યુનિટ ના MPHW શ્રી વિપુલ ભાઈ સહભાગી બન્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW