ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં હાલ તાલુકા ભાજપનની મહિલા મોરચાની ટીમ મુલાકાત લઇ રહી છે અને મહિલાઓ અને આશા વર્કર ની મુલાકાત લઇ રહ્યા છે. ત્યારે તાજેતરમાં તાલુકા ભાજપ મહિલા મોરચાની બહેનોએ સાવડી તેમજ સરાયા ગામ ની મુલાકાત લીધી હતી. અને આશા વર્કર બહેનોનું સન્માન કરી સર્ટિફિકેટ આપ્યા હતા તેમજ ગામમાં સરપંચ તરીકે ચુટાયેલ બહેનોને તેમજ તેમને સખી મંડળના પ્રમુખ બહેનો ને તેમજ આંગણવાડી વર્કર બહેનોને નોટ અને પેન આપી સન્માનિત કરી હતી તેમજ તેઓ સાથે તેમને કામગીરીમાં પડતી મુશ્કેલી અંગે ચર્ચા કરી હતી.

