સામાન્ય રીતે જ્યારે પણ કોઈ બાંધકામ થાય છે ત્યારે ઝાડનું નિકંદન નીકળી જાય છે. વિકાસના નામે ઘણા વિસ્તારમાંથી ઝાડનો સફાયો થઈ ગયો છે પણ મહાનગર મુંબઈમાંથી પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. જે અન્ય લોકો પણ અનુસરી શકે છે. અમદાવાદના સવ્વી ગ્રુપે મુંબઈ એક સાઈટ પર બાંધકામ કર્યું હતું.

મુંબઈના અંધેરી વેસ્ટમાં ગ્રુપના એમડી જયેશ શાહની વિચારધારા ની વાહ વાહ થઈ રહી છે. આ ગ્રુપે મુંબઈ ના એક અંધેરીવેસ્ટ વિસ્તારમાં એક ઝાડનું નિકંદન કાઢવાના બદલે એને મૂળિયાંથી બીજે રોપવામાં આવ્યું છે. જયેશ શાહે જણાવ્યું હતું કે, પર્યાવરણનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે. બાંધકામની સાઇટ પર જો આ રીતે ઝાડને બીજે રોપી દેવામા આવે તો કેટલાય ઝાડનો સફાયો થયો બચે.

