દેશની ન્યુઝ ચેનલોમાં છેલ્લા ઘણા સમયથી રશિયા-યુક્રેન તેમજ જહાંગીરપુરી વિવાદ અને લાઉડસ્પીકર ઉપરના ન્યુઝો દેખાડવામાં આવી રહ્યાં છે. જેને લઈને કેન્દ્ર સરકારે નારાજગી વ્યક્ત કરી છે. તેમજ ન્યુઝ માટે થઈને એડવાઈઝરી બહાર પાડી છે. તથા ન્યુઝ ચેનલોને ખોટા દાવાઓ અને ચકચારી હેડલાઈન્સથી દૂર રહીને હદમાં રહીને કવરેજ કરવાની પણ સલાહ આપી છે.

માહિતી અને પ્રસારણ મંત્રાલયે જાહેર કરેલી એડવાઈઝરીમાં જણાવાયું છે કે ટેલિવિઝન નેટવર્ક્સ (રેગ્યુલેશન) એક્ટ, 1995ની કલમ 20 કેન્દ્રને ટીવી ચેનલો સામે યોગ્ય પગલાં લેવાની સત્તા આપે છે. એડવાઈઝરીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જો કોઈ પણ કાર્યક્રમ નિયત સૂચનાઓનું પાલન નહીં કરે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.જહાંગીરપુરીની ઘટના અને તે દરમિયાન અલગ અલગ ડિબેટ શો સામે વાંધો ઉઠાવતા માહિતી અને પ્રસારણ મંત્રાલયે ટીવી ચેનલોને એડવાઈઝરી જાહેર કરી હતી અને આ દરમિયાન વિવિધ મુદ્દાઓ પર ટીવી ચેનલોમાં બિનઅધિકૃત, ભ્રામક, સનસનીખેજ અને અસ્વીકાર્ય ભાષાનો ઉપયોગ સામાજિક વાતાવરણમાં કરવામાં આવ્યો હતો.
Govt raps news channels over communally surcharged TV debates
— ANI Digital (@ani_digital) April 23, 2022
Read @ANI Story | https://t.co/eJr5acYt78 pic.twitter.com/ql0BWIGnlz
યુક્રેન-રશિયા વિશેના ખોટા દાવાઓ અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓને સતત ખોટી રીતે ટાંકવામાં આવતા સમાચારો સાથે કોઈ લેવાદેવા ન હોવાનું મથાળું આપવામાં આવ્યું હતું, અને પ્રેક્ષકોને ઉત્તેજિત કરવા માટે, પત્રકારો અને ન્યૂઝ એન્કરોએ તેમની મનપસંદ, ઉપજાવી કાઢેલી માહિતી પીરસી હતી.ન્યૂઝ ચેનલોએ જહાંગીરપુરી કેસ અને કોમી હિંસા ભડકાવનારા વીડિયો વિશેની હેડલાઇન્સ ચલાવી હતી.

રશિયા યુક્રેન યુદ્ધ અને દિલ્હી તોફાનોના ટેલિવેઝન કવરેજનો વાંધો ઉઠાવતા મંત્રાલયે શનિવારે ન્યૂઝ ચેનલોને આકરી ચેતવણી આપીને કહ્યું કે ચેનલોએ લાગુ પડતા કાયદા દ્વારા નક્કી થયેલા પ્રોગ્રામ કોડ પ્રમાણે ન્યૂઝ આપવાના રહેશે. આવી ચેતવણી આપતી વખતે સરકારે ન્યૂઝ ચેનલોને યુક્રેન રશિયા યુદ્ધ અને દિલ્હી તોફાનોના કવરેજમાં ન્યૂઝ એન્કર્સના બિનસંવેદનશીલ સ્ટેટમેન્ટ અને ચકચારી હેડલાઈન્સનું ઉદાહરણ આપ્યું હતું.

