HomeGujaratમોરબી:મેવાણીની ધરપકડના વિરોધમાં પ્રદર્શન,દલિત સમાજે કરી નારેબાજી

મોરબી:મેવાણીની ધરપકડના વિરોધમાં પ્રદર્શન,દલિત સમાજે કરી નારેબાજી

વડગામના ધારાસભ્ય અને દલિત સમાજના લડાકુ નેતા તરીકે જાણીતા જીગ્નેશ મેવાણીની એક વિવાદિત ટ્વીટ કરવા બદલ અસમના એક પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ છે આ ઘટનામાં બે દિવસ પહેલા ધારાસભ્યની અસમ પોલીસે ધરપકડ કરી હતી. અને અસમ લઇ ગઈ હતી.જ્યાં તેમણે જામીન અરજી કરી હોવા છતાં તેમની જામીન અરજી ફગાવી દેવામાં આવતા ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે.

આ ઘટનાનો રાજ્યભરમાં વિરોધ ઉઠ્યો છે અને ઠેર ઠેર પ્રદર્શન થઇ રહ્યા છે કોંગ્રેસ તેમજ દલિત સમાજના આગેવાનો દ્વારા આ ધરપકડને એક રાજકીય કિન્નાખોરી હોવાના આક્ષેપ કરવામાં રહ્યા છે. અને ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે મોરબીમાં દલિત સમાજના આગેવાનો દ્વારા રાષ્ટ્રીય દલિત મહાસંઘ તેમજ અન્ય સમાજના આગેવાનો દ્વારા આજે નગરપાલિકા કચેરી ખાતે આવેલ ડો બી આર આંબેડકર પ્રતિમા સામે ધરપકડનો વિરોધ કરવામાં આવ્યો હતો અને સરકાર વિરુદ્ધ ભાજપ સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,340SubscribersSubscribe

TRENDING NOW