HomeGujaratટંકારામાં રેતી કપચીના વેપારીના આપઘાત પ્રકરણમાં 10 વ્યાજખોર વિરુદ્ધ ગુન્હો નોધાયો

ટંકારામાં રેતી કપચીના વેપારીના આપઘાત પ્રકરણમાં 10 વ્યાજખોર વિરુદ્ધ ગુન્હો નોધાયો

ટંકારા ગામની લક્ષ્મીનગર ગામમાં રહેતા જગદીશભાઈ ગંગારામભાઈ જીવાણી નામના રેતી કપચીના વેપારીએ ગત તા 18 એપ્રિલના રોજ કલ્યાણપર ગામ પાસે આવેલ રાજ રાજેશ્વરી ઓઈલ મીલમાં ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો અને તેમના પાસેથી એક સુસાઈડ નોટ મળી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓએ ટંકારામાં વ્યાજે રૂપિયા લઇ ધંધામાં રોક્યા હતા આ ઉપરાંત તેઓએ લજાઈ ગામના અશ્વિન બાબુ ભાઈ મસોત પાસેથી રૂપિયા લેવાના હોય પરંતુ અશ્વીનભાઈ રૂપિયા આપતા ન હતા બીજી તરફ જેની પાસેથી જગદીશભાઈએ અલગ અલગ વ્યક્તિ પાસેથી રૂપિયા લીધા હતા તેઓ ઉઘરાણી કરતા હોવાથી ચિંતામાં રહેતા અને તેનું લાગી આવતા પગલું ભર્યું હતું આ બાબતે મૃતકના પુત્ર કિશનભાઈ જીવાણીએ અશ્વિન બાબુભાઈ મસોત,દિલુભા કાણુંભા ઝાલા, બાબાલાલ બોરીચાં,વિક્રમ જેઠાભાઈ બોરીચા માંડાભાઈ બોરીચા,દિપકભાઇ રાણાભાઈ ભરવાડ,નવઘણ રાણાભાઈ ભરવાડ સંજય રાણા ભરવાડ,મુનાભાઈ તલાસવાળા તેમજ ભલાભાઈ ધારાભાઈ ભરવાડ સહિતના ફરિયાદ નોધાવી હતી બનાવ અંગે ટંકારા પોલીસે આરોપી વિરૂદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW