HomeGujaratપ્રોફેશનલ એન્જીનીયર્સ બીલના વિરોધમાં મોરબીમાં સિવિલ ઈજનેરોએ આપ્યું આવેદન,બીલ પરત લેવા માંગ

પ્રોફેશનલ એન્જીનીયર્સ બીલના વિરોધમાં મોરબીમાં સિવિલ ઈજનેરોએ આપ્યું આવેદન,બીલ પરત લેવા માંગ

દેશભરમાં કેન્દ્ર સરકાર ખાનગી સેક્ટરમાં કામ કરતા એન્જીનિયર્સ માટે પ્રોફેશનલ એંજીનિયર્સ બિલ નામનો કાયદો લાવી રહી છે. જેની સામે મોરબીના ખાનગી સિવિલ એન્જિનિયરોએ વિરોધ નોંધાવ્યો છે. સિવિલ એન્જીનીયરના કહેવા મુજબ આ કાયદામાં પ્રોફેશનલ એંજીનિયર્સની નોંધણી અને એક્ઝામની જોગવાઈ છે. તેમાં નોંધણી અને એક્ઝામ આંટીધુટીવળી હોવાથી ખાનગી સેક્ટરમાં કામ કરતા સિવિલ એન્જીનીયરોનું હિત જોખમશે. આથી સિવિલ એન્જીનીયરોએ કલેકટરને આજે આવેદનપત્ર પાઠવીને પ્રોફેશનલ એંજીનિયર્સના હિતમાં જ સરકાર નિર્ણય લે તેવી માંગ કરી છે.

ભારત સરકાર પૂરા દેશના એન્જીનિયર્સ માટે પ્રોફેશનલ એંજીનિયર્સ બિલ લાવી રહી છે. જે મુજબ ગુજરાત કાઉન્સીલ ઓફ પ્રોફેશનલ સિવિલ એન્જીનિયર્સની કચેરી દ્વારા ગુજરાત રાજ્યમાં પ્રોફેશનલ પ્રેક્ટિસ કરનારા સિવિલ એન્જિનિયરને રેજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. એ માટે ફરજિયાત એક્ઝામ દેવી પડે છે. જેમાં ખાનગી સેક્ટરમાં કામ કરતા એન્જિનિયરની નોંધણી માટે એક્ઝામ ફરજિયાત આપવી અને પછી દર બે વર્ષે આ એક્ઝામ લેવી તેમજ એક્ઝામ માટે દર બે વર્ષે રૂ.20 થી 25 હજારની ફી ભરવી એવી જોગવાઈ છે. એની સામે ખાનગી સેક્ટરના એન્જિનિયરનું કહેવું એમ છે કે, તેઓ જ્યાં પણ નોકરી કરે છે તેનું લાયસન્સ અને જે તે સાલ તેમણે લીધેલી ડીગ્રી એ જ મોટો પુરાવો છે. તો પછી આવી પરીક્ષા શા માંટે લેવા અને એન્જીનીયર્સને કનડગત કરવામાં આવી રહી છે. તે અંગે સવાલ ઉઠ્યા છે આ બાબતે મોરબી સિવિલ એન્જિનિયર એસોસિએશનના નેજા હેઠળ આજે ખાનગી સેક્ટરના સિવિલ એન્જિનિયરોએ કલેકટર કચેરી ખાતે જઈને સરકારને સંબોધી કલેકટરને આવેદનપત્ર આપી બીલનો વીરોધ કર્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW