HomeGujaratઓનર કિલિંગ / બહેને પ્રેમ લગ્ન કરતા સગા ભાઈએ બહેન બનેવીની જાહેરમાં...

ઓનર કિલિંગ / બહેને પ્રેમ લગ્ન કરતા સગા ભાઈએ બહેન બનેવીની જાહેરમાં કરી હત્યા

ઉપલેટામાં ઓનર કિલિંગની ઘટના સામે આવી છે. 6 માસ પહેલા પ્રેમલગ્ન કરનાર બહેન અને બનેવીને સગાભાઈએ જાહેરમાં છરીથી રહેંસી નાખી હત્યાં કરી નાંખી હતી. આ ઘટનાના પગલે ઉપલેટા શહેરમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે આરોપીને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

ઉપલેટાની જિગરિયા મસ્જિદ અને સતીમાની ડેરી વચ્ચે ખીરસરા ગામના અનિલ મનસુખભાઈ મહિડા (ઉં.વ.22) અને અરણી ગામની રીના મહિડા(ઉં.વ.18)ને રીનાના ભાઈ સુનીલ અને પિતા સોમજી છરીના આડેધડ ઘા મારી સરાજાહેર પતાવી દીધાં હતાં. ઘટનાની જાણ થતાં જ પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અનિલ અને રીનાનો મૃતદેહ ઘટનાસ્થળે જોવા મળ્યો હતો. પોલીસે બંનેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી આરોપી સુનીલને પકડવા શોધખોળ હાથ ધરી છે.

રીનાએ અનિલ સાથે પ્રેમલગ્ન કરતા ભાઈ સુનિલને આંખના કણાની જેમ ખટકતું હતું. હીના ખીરસરા ગામે રહેતા અનિલ સાથે છેલ્લા કેટલાક સમયથી પ્રેમમાં હતી. અગાઉ પણ પ્રેમલગ્ન માટે ભાગ્યા હતા. પરંતુ યુવતીની ઉંમર ઘટતી હોવાથી જે-તે વખતે યુવતી તેમના પિતાના ઘરેથી ભાગી જતા પરિવારજનોએ ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ભાયાવદર પોલીસે યુવક-યુવતીને પકડી પાડ્યા હતા. તે સમયે યુવતીએ ભાયાવદર પોલીસ સ્ટેશન ઝેરી દવા પી જઈ આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો.

આજે રીનાના ભાઇ સુનિલને પોતાના બહેન-બનેવી ઉપલેટામાં હોવાની માહિતી મળતા તમને શોધતો હતો. સવારે 11 વાગે કુંભારવાડા નાકે મળી જતા એમના બહેન-બનેવી ઉપરાછાપરી છરીના ઘા ઝીંકતા હીનાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે બનેવી અનિલની હાલત ગંભીર હોય તેમને ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે લઇ જતા હોસ્પિટલે પહોંચે તે પહેલાં તેનું મોત નીપજ્યું હતું. ઉપલેટા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને બંને આરોપીને પકડવાના તપાસ હાથ ધરી છે. જોકે આરોપી સુનિલ અને સોમજી હુમલો કર્યા બાદ ભાગી જતા પોલીસ તેમનું પગેરૂ દબાવા ચકો ગતિમાન કર્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW