HomeNationalગુજરાતથી આવતા ફ્રુટના બોક્સમાંથી ચલણી નોટની કતરણ મળી

ગુજરાતથી આવતા ફ્રુટના બોક્સમાંથી ચલણી નોટની કતરણ મળી

પાડોશી રાજ્ય રાજસ્થાનના નાગોર જિલ્લામાંથી ચલણી નોટની કતરણ એક ફ્રુટની પેટીમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ છે. જિલ્લાના કુચામનમાં ગુજરાતથી આવતા ફળની પેટીમાંથી રૂ.20થી લઈને 500 સુધીની ચલણી નોટની કતરણ મળી આવી હતી. જે જોઈને વેપારીથી લઈને દરેકનો આંચકો લાગ્યો છે. ફળના વેપારીએ કહ્યું કે, આ ઘટના છેલ્લા 15 દિવસથી બની રહી છે. સૌથી વધારે દાડમની પેટીમાંથી ચલણી નોટની કતરણ મળી રહે છે.

ચલણી નોટની કાગળની કતરણ આવી રહી છે. આ કાગળ સાથે લોકો પોતાની પાસે રહેલી નોટને તપાસી રહ્યા છે. મેચ કરી રહ્યા છે. નોટની અંદર જે સિક્યુરિટી થ્રેડ હોય છે એ પણ આ ચલણી નોટની કતરણમાં સ્પષ્ટ જોઈ શકાય છે. વેપારીઓને એવી આશંકા છે કે, આ કતરણ કદાચ નકલી પણ હોઈ શકે છે. કુચામનમાં રહેલા પોલીસ અધિકારી હનુમાન ચૌધરીએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં દાડમની પેટી પર લખેલા નંબર પર જ્યારે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે દાડમના જથ્થબંધ વેપારી સંપર્કમાં આવ્યા. જે મહારાષ્ટ્રનો રહેવાસી છે. જે ભારતીય ચલણની આ કતરણ કિલોના ભાવે ખરીદે છે. જે ટેન્ડર હોલ્ડર પાસેથી આવે છે. જે દાડમની પેટીમાં અંદર નાંખવા માટે કામ આવે છે. પછી ટેન્ડર હોલ્ડરનો સંપર્ક કરીને માહિતી મેળવવામાં આવી હતી. નાસિકમાં ટેન્ડર હોલ્ડર ચલાવનાર નીતિન સુલ્તાનિયા સાથે વાત કરવામાં આવી હતી.

જે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. ટેન્ડર રજૂ કરનારી કંપનીનું નામ શ્રીસાંઈ ટ્રેડિંગ હોવાનું જાણવા મળે છે. જે કંપની કરંસી નોટના પ્રેસમાંથી આવી કતરણ ઊઠાવે છે. ક્વિન્ટલ દીઠ ભાવથી આવી કતરણને ખરીદી કિલોના ભાવે વેચી દેવામાં આાવે છે. નીતિને સ્વીકાર્યું કે, આ કતરણ ભારતીય ચલણી નોટનું જ છે. નાસિકમાં જે પ્રેસ છે એમાંથી આ કતરણ લેવામાં આવી હતી. જેને ટેન્ડર થકી ખરીદવામાં આવે છે.

જોકે કેટલાક લોકો આ ક્લિપિંગ્સને નકલી નોટોની ક્લિપિંગ્સ અને નકલી નોટો છાપનારાઓ પાસેથી મળેલી કેટલીક ક્લિપિંગ્સ માની રહ્યા છે. શનિવારે જ્યારે કેટલાક સ્થાનિક વેપારીઓએ નોટોની ક્લિપિંગ જોઈ તો સમગ્ર માર્કેટમાં ખળભળાટ મચી ગયો હતો. RBI દ્વારા નોટોની કોઈ ક્લિપિંગ બહાર કાઢવામાં આવતી નથી. તેનો નાશ કરી દેવામાં આવે છે. આ કેસમાં તજજ્ઞો પાસેથી જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW