HomeGujaratમાસ કોપીકેસ: 200 વિદ્યાર્થીઓના જવાબ એક સરખા,પરિણામ સ્થગિત

માસ કોપીકેસ: 200 વિદ્યાર્થીઓના જવાબ એક સરખા,પરિણામ સ્થગિત

ગુજરાતના શિક્ષણજગતને જાણે વિવાદનું ગ્રહણ લાગ્યું હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે. પહેલા પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલમાં પાયાની સુવિધાઓના અભાવના ચિત્રો સામે આવ્યા બાદ હવે યુનિવર્સિટી કક્ષાએ કાંડ થયો હોય એવી ઘટના સામે આવી છે. ઉત્તર ગુજરાતની પાટણની હેમચંદ્રાચાર્ય યુનિ.ના નામે વધુ એક વિવાદ લખાયો છે. જેમાં પરીક્ષામાં માસ કોપીકેસ થયાનો કેસ સામે આવ્યો છે. B.sc.સેમ.2 ની પરીક્ષામાં મોટા પ્રમાણમાં ગેરરીતિ થયાનું પેપર ચેકિંગમાંથી સામે આવ્યું છે.

કુલ મળીને 229 વિદ્યાર્થીઓના પેપરમાં એક જ સરખા લખેલા જવાબ સામે આવ્યા છે. કેમેસ્ટ્રીના પેપરમાં 200 વિદ્યાર્થીઓના પેપરમાં જવાબ એક સરખા રહ્યા છે. જ્યારે ગણિતના પેપરના 29 વિદ્યાર્થીઓના જવાબ એકસરખા જોવા મળ્યા છે. પેપર ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે આ અંગે ભાંડો ફૂટ્યો હતો. પરીક્ષા સમિતીએ આ અંગે તપાસ શરૂ કરી દીધી છે. કેમેસ્ટ્રી અને ગણિતના પેપર જે રૂમમાં લેવાયા હતા ત્યાંના સીસીટીવી ફૂટેજ મંગાવાયા છે. એટલું જ નહીં પરીક્ષા સુપરવાઈઝરને પણ નોટિસ આપવામાં આવી છે. આવું પહેલી વખત થયું નથી. આ પહેલા પણ પાટણની આ યુનિ.માંથી કોપકેસ પકડાયા છે. ગત વર્ષે નર્સિંગની પરીક્ષામાં 15 વિદ્યાર્થીઓએ એક જ પ્રશ્નોના જવાબ એક સરખા આપ્યા હતા. એ સમયે માસકોપીનો કેસ થયો હતો. આ વર્ષે ફરીથી કોપીકેસનો બનાવ સામે આવ્યો છે. હવે પરીક્ષાના સુપરવાઈઝરો સામે પ્રશ્નો ઊભા થયા છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં માસ કોપી કેસનો મામલો સામે આવતા ખળભળાટ મચ્યો છે. માસ કોપી કેસને લઈને ફરી આ યુનિ. વિવાદમાં આવી ગઈ છે.

પ્રતિકાત્મક તસવીર

જે વિદ્યાર્થીઓનાં પેપર આમાંથી મળ્યા છે અથવા શંકાસ્પદ છે એ તમામ વિદ્યાર્થીઓના પરિણામ સ્થિગિત કરી દેવામાં આવ્યા છે. જોકે, જુદા જુદા સેન્ટરના પેપર હોવાનું માનવામાં આવે છે. શિક્ષણ જગતમાં વિવાદનો વંટોળ ફૂંકાયો હોય એવી સ્થિતિ છે. પહેલા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલમાંથી પાયાની સગવડના અભાવ અંગે રીપોર્ટ આવ્યા બાદ રાજકીય પડઘા પડ્યા હતા. જેના ડંકા છેક દિલ્હી સુધી પડ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW