HomeGujaratફરી ગુજરાતના પ્રવાસે આવશે કેજરીવાલ, તૈયારીઓ શરૂ

ફરી ગુજરાતના પ્રવાસે આવશે કેજરીવાલ, તૈયારીઓ શરૂ

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતમાં યોજાશે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પંજાબ બાદ હવે ગુજરાત ઉપર નજર રાખી રહી છે. મહિનામાં બીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવશે. મુલાકાત પહેલા જ આમ આદમી પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.

પંજાબ બાદ આપની નજર હવે ગુજરાત પર છે. તાજેતરમાં અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવ્યાં હતાં. ત્યાર હાલ ગુજરાતના રાજકારણમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પુનઃ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે.

કેજરીવાલ એપ્રિલ માસના અંતમાં ગુજરાતના પ્રવાસે આવશે. અરવિંદ કેજરીવાલની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ પુનઃ ગુજરાત આવી શકે છે. તેવી ચર્ચાઓ હાલ ચાલી રહી છે. આમ અરવિંદ કેજરીવાલ અને ભગવંતન માનના ગુજરાતની મુલાકાતને લઈને આમ આદમી પાર્ટીમાં હાલ પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW