મોરબીના ખોખરાધામ ખાતે ચાલતી રામકથાના આજે અંતિમ દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ હાજરી આપી હતી અને ખોખરા ધામ ખાતે નિર્માણ પામેલ દેશની બીજી અને ગુજરાતની સૌથી ઉચી 108 ફૂટ હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું આ તકે તેઓએ દેશવાસીઓને હનુમાન જયંતિની શુભેચ્છાઓ પાઠવી હતી અને હનુમાનજીના સાહસ,શક્તિ અને ભક્તિના વખાણ કર્યા હતા તેમજ સાથે સાથે ભગવાન રામ દ્વારા પોતે લંકા વિજય બનવા સક્ષમ હોવા છતાં તમામ નાના મોટા જીવ જંતુ પશુઓ પક્ષી તેમજ નાનામાં નાની વ્યક્તિને સાથે રાખી સબકા સાથ સબકા પ્રયાસની ભાવના વિકસાવી હોવાનું જણાવ્યું હતું પીએમ મોદીએ આ તકે ખોખરા હનુમાન જગ્યા પરના તેમના ભૂતકાળના અનુભવ વ્યક્ત કર્યો હતો અને જગ્યાના મહંત કેશવાનંદજી બાપુ સાથેના તેમના અનુભવ વ્યક્ત કર્યાહતા તેઓએ જણાવ્યું હતું

1979માં જયારે મોરબી જળ હોનારતનો ભોગ બન્યું તે વખતે મોરબીની સેવા કરવાનો તેમને મોકો મળ્યો હતો સેવા કામગીરી દરમિયાન આત્મ શાંતિ માટે ખોખરાધામ અવાર નવાર જતા અહી મહંતજીને મળતા એકમહંત કહેતા કે જે થવાનું હતું તે થઇ ગયું ભવિષ્યમાં આ શહેર પોતાની ઓળખ બનાવશે અને આ સ્થળ પણ તેમ જણાવ્યું હતું આજે મોરબી સિરામિક હબ બની ગયું છે અને માત્ર ગુજરાત જ નહી વિશ્વભરમાં સિરામિક ટાઈલ્સમાં અલગ ઓળખ ઉભી કરી છે.

1979ના જળ હોનારત વખતે મોરબી જે રીતે બેઠું કરવામાં જે અનુભવનો થયો હતો તેનો લાભ 2001માં ભૂકંપમાં થયો અને કચ્છને બેઠું કરી દીધું હતું સૌરાષ્ટ્ર કચ્છમાં આજે ગાંધીધામ મોરબી રાજકોટ અને જામનગર ખુબ હરણફાળ પ્રગતી ભરી દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપી રહ્યું છે તેમ [પીએમ મોદી જણાવ્યું હતું

