મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ મુન નગરમાં ધમધમતા ગેર કાયદે બ્રાન્ડેડ કંપનીના નામે નકલી બાઈક ફોરવ્હીલ સહિતના વાહનમાં વપરાતા એન્જીન ઓઈલની ફેક્ટરી પર ગત 8 એપ્રિલના રોજ એલસીબીની ટીમે ધામા નાખ્યા હતા અને રૂ ૨૫ લાખની કિમતના નકલી એન્જીન ઓઈલ ,ખાલી ડબ્બા,સ્ટીકર પ્રિન્ટ મશીન સહિતનો અલગ અલગ ચીજ વસ્તુઓનો જથ્થો પકડી પાડ્યો હતો.આ બનાવમાં એન્જીન ઓઈલ બનાવતી ફેક્ટરીના મેનેજર સચિન ક્તાનાજી દેસાઈ દ્વારા એ ડીવીઝન પોલીસ મથકમાં આ ગોરખ ધંધો ચલાવતા મેહુલ નરેન્દ્ર ઠક્કર તેમજ અરુણ ગણેશભાઈ કુંડારિયા વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી.પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ 40૬,420 482,485,486,489 114 તેમજ કોપીરાઇટ એક્ટ 1957 અમેઅને ટ્રેડમાર્ક એક્ટ અંતર્ગત ગુન્હો નોધી બન્ને આરોપીની શોધખોળ હાથ ધરી છે

