HomeGujaratમોરબીમાં રૂપિયાની લેતી-દેતી મુદે યુવકની હત્યા કરનાર ત્રણ શખસને આજીવન કેદ ફટકારતી...

મોરબીમાં રૂપિયાની લેતી-દેતી મુદે યુવકની હત્યા કરનાર ત્રણ શખસને આજીવન કેદ ફટકારતી કોર્ટ 1 નિર્દોષ જાહેર

મોરબી શહેરના બી ડીવીઝન પોલીસ વિસ્રાતારમાં આવતા રામ કૃષ્ણનગર વિસ્તારમાં ૨૦૧૭માં એક હત્યાનો બનાવ નોધાયો હતો જેમાં રામકૃષ્ણ નગરમાં રહેતા કાનજી ઉર્ફે કાનો વાસુદેવ રાવલદેવ નામના યુવક પાસેથી સુરેશ ઉર્ફે લાલો છગન પનારા તેમજ રામદેવ ઉડે રામુ રાજુભાઈ ચાવડા નામના આરોપી અવાર નવાર રૂપિયાની માંગણી કરતા હતા જોકે યુવાને રૂપિયા આપવાની ના પાડતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને કાનજીને આરોપી સુરેશ અને રામુએ છાંટીના ભાગે આડેધડ છરીના ઘા ઝીકી દીધા આ દરમીયાન ત્રીજા એક આરોપી મયુરસિંહ ઉર્ફે લાલો મનુભ જાડેજાએ તેને પકડી રાખ્યો હોવાથી યુવાન ભાગી શક્યો ન હતો બાદમાં યુવકને તેના બનેવી સારવાર માટે હોસ્પિટલ લાવ્યા હતા.જ્યાં તેનુ મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો તો ચોથા એક આરોપી સલમાન દાદુ દાવલિયા પર આરોપીઓને ભગાડવામાં મદદગારી કરવાનો પણ આરોપ લાગ્યો હતો આ બનાવમાં પોલીસે 4 આરોપીઓને ઝડપી લીધા હતા અને જેલ હવાલે કર્યા હતા આ બનાવમાં પોલીસે તપાસ કરી કોર્ટમાં ચાર્જશિટ રજુ કરી હતી

આક કેસ પ્રીન્સિપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં ચાલી જતા બન્ને પક્ષની દલીલ અને આધાર પુરાવા રજુ કરવામાં આવ્યા હતા આ કેસમાં સરકારી વકીલ વિજય કુમાર જાનીએ રજુ કરેળ 28 દ્સ્તાવેજી પુરાવા તેમજ 26 મૌખિક પુરાવાનાં આધારે ડીસ્ટ્રીકટ જજ એ ડી ઓઝાએ આરોપી સુરેશ છગન કોળી, રામદેવ રાજુભાઈ ચાવડા,મયુરસિંહ દાનાનુભા જાડેજાને દોષિત જાહેર કરી આજીવન કેદની સજા તેમજ વ્યક્તિ દીઠ 10,000નો દંડ ફટકાર્યો હતો જયારે આરોપી સલમાન દાદુભાઈ દાવલિયાને નિર્દોષ જાહેર કર્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW