HomeGujaratCentral GujaratCNG ગેસમાં ભાવ વધારો થતા આ દિવસે રિક્ષા ચાલકો પાડશે સ્વંયભૂ હડતાળ

CNG ગેસમાં ભાવ વધારો થતા આ દિવસે રિક્ષા ચાલકો પાડશે સ્વંયભૂ હડતાળ

પેટ્રોલ-ડીઝલ તથા CNG ગેસના ભાવ સતત વધી રહ્યા છે. જેના કારણે સ્થાનિક સ્તરે પણ પરિવહન મોંઘું થઈ રહ્યું છે. CNGના ભાવમાં વધારો થતા રિક્ષા ચાલકોએ લેખિતમાં રજૂઆત કરી ભાવ વધારો પાછો ખેંચવા માંગ કરી છે. આ ભાવ વધારાનો તેઓ વિરોધ કરી રહ્યા છે. સમયાંતરે વધી રહેલા ભાવ વધારાને કારણે રિક્ષા ચાલકોની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે. જે ભાવ વધારા મુદ્દે રિક્ષા ચાલકોએ હડતાળનો માર્ગ અપનાવ્યો છે.

તા.15 એપ્રિલના રોજ અમદાવાદમાં રિક્ષા ચાલકો પોતાની રિક્ષા બંધ રાખીને હડતાળ કરશે. અમદાવાદના રિક્ષા ચાલકોનું એકતા યુનિયને કોલ આપ્યો છે. અમદાવાદમાં આશરે 2 લાખ જેટલી રિક્ષા જુદા જુદા વિસ્તારમાં ફરે છે. તમામ રિક્ષા ચાલકોને સ્વયંભુ હડતાળમાં જોડાઈ જવા માટે અપીલ કરવામાં આવી છે. રિક્ષા ચાલક એકતા યુનિયન પ્રમુખ વિજય મકવાણાએ કહ્યું કે, અમદાવાદના મોટાભાગના રિક્ષા ચાલકોની એવી માંગ છે કે, આ ભાવ વધારાને પાછો ખેંચવામાં આવે. CNG ગેસને પણ GST અંતર્ગત લાવવામાં આવે. રિક્ષા ચાલકોને CNGને લઈ એક સબસીડી આપવામાં આવે. રિક્ષાના ભાડા વધારવા હા પાડો. રિક્ષા ચાલકો પર પોલીસની ખોટી રીતે થતી દમનગીરી બંધ કરો. અમદાવાદના રિક્ષા ચાલક યુનિયન તરફથી રજૂઆત કરવામાં આવે છે. તા.15 એપ્રિલના રોજ અમદાવાના રિક્ષા ચાલકો હડતાળ પર ઊતરશે.

અત્યાર સુધીમાં કુલ 11 રિક્ષા એસો. તરફથી હડતાળની તરફેણમાં સમર્થન આપવામાં આવ્યું છે. CNGમાં ભાવ વધારા વિરોધી સમિતિ, અમદાવાદ રિક્ષા ચાલક એકતા, ગુજરાત ઓટો રિક્ષા ચાલક સંઘર્ષ સમિતી, અતુલ શક્તિ રિક્ષા ચાલક યુનિયન, ગુજરાત રાજ્ય ઓટો રિક્ષા ચાલક સંઘ, અમદાવાદ એરપોર્ટ રિક્ષા ચાલક યુનિયન, અમદાવાદ રિક્ષા ચાલક ખોખરા યુનિયન, ઓટો રિક્ષા ડ્રાઈવર સુરક્ષા સમિતી, મણિનગર રિક્ષા ડ્રાઈવર એસો. તથા ઓટો રિક્ષા ડ્રાઈવર યુનિયન અમદાવાદ તરફથી આ હડતાળને સમર્થન આપવામાં આવ્યું છે.

જેઓ 15 એપ્રિલના હડતાળ પાડી સીએનજીના ભાવ વધારો પાછો ખેંચવા માંગ કરશે. જોકે, આ હડતાળની સીધી અસર લોકો પર થશે. ખાસ કરીને નજીકના વિસ્તારમાં શટલ રિક્ષા મારફતે આવ જા કરતા લોકોને મુશ્કેલી પડશે. આ ઉપરાંત જાહેર પરિવહન પર એક દિવસ માટે ભારણ વધી જશે. જોકે, માત્ર અમદાવાદ જ નહીં આ હડતાળ બાદ બીજા જિલ્લાઓમાં પણ રિક્ષા ચાલકો ભાવ વધારાને લઈને સરકાર સામે મેદાને ઊતરે એવા એંઘાણ દેખાઈ રહ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW