HomeGujaratશાળાના આચાર્યએ વિદ્યાર્થિની સાથે છેડતી કરી અન્ય 10 છોકરીઓએ કહ્યું અમારી સાથે...

શાળાના આચાર્યએ વિદ્યાર્થિની સાથે છેડતી કરી અન્ય 10 છોકરીઓએ કહ્યું અમારી સાથે તો….

શિક્ષણ જગતને લાંછન લગાડતી એક ઘટના જૂનાગઢ પાસે આવેલા વેરાવલમાંથી સામે આવી છે. વેરાવળ તાલુકાના માથાસુરીયા ગામની સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય એ એમની જ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે છેડતી કરી હતી. જેના કારણે ગ્રામજનો રોષે ભરાયા હતા. ગામના લોકોએ સ્કૂલે જઈને હોબાળો મચાવ્યો હતો. આચાર્યને પકડીને પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો. આ ઘટના સામે આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્કૂલે દોડી ગયા હતા.

આ કેસમાં આચાર્ય સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પછી પોલીસે ખાતરી આપતા ગ્રામજનો શાંત પડ્યા હતા. હાલ આ મામલે પોક્સો એક્ટ હેઠળ પોલીસે ફરિયાદ નોંધીને આગળની તપાસ ચાલું કરી દીધી છે. શાળામાં વિદ્યાર્થિનીની છેડતીની ઘટનાને લઈને સમગ્ર વેરાવળ પંથકમાં ચકચાર મચી ગઈ છે. આચાર્યને લોકો ગાળો ભાંડી રહ્યા છે. વેરાવળ તાલુકાના માથાસુરિયા ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં આચાર્ય ભરત જારસાનિયા ફરજ બજાવે છે. શાળામાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીનો હાથ ભરતે પકડી સીડી બાજું લઈ ગયો હતો. પછી એને ચોકલેટ આપી કહ્યું હતું કે, તું લેશન નહીં કરે તો ચાલશે પણ આ વાત કોઈને કહેવાની નહીં. એવું કહીને છેડતી કરી હતી. ડરી ગયેલી વિદ્યાર્થિનીએ ઘરે આવીને પોતાના પિતાને આ વાત કહી હતી. છેડતી શાળાના આચાર્યે કરી હોવાની જા થતા પરિવારજનો તથા ગામના અગ્રણીઓ સ્કૂલે પહોંચ્યા હતા. પછી અન્ય અગ્રણીઓને વાકેફ કરવામાં આવ્યા હતા. ગામમાં આ છેડતીની વાત વાયુવેગે ફેલાતા આ ગામના લોકો પણ સ્કૂલે પહોંચ્યા હતા. પોલીસને આ ઘટનાની જાણ થતા ટીમ સાથે પોલીસ આવી પહોંચી હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ માથાસુરિયા ગામે પહોંચ્યા હતા.

પરિસ્થિતિને ધ્યાને લઈને પોલીસે આચાર્યની પૂછપરછ પોલીસ સ્ટેશનમાં લાવીને કરી હતી. આ મુદ્દે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો છે. આ મામલે પોલીસ અધિકારીઓએ ગામના લોકોને ખાતરી આપી કે, કડક પગલાં લેવામાં આવશે. આ કેસમાં આચાર્ય ભરત જારસાનિયા સામે પોક્સોની કલમ 10 અને 18 તથા આઇપીસી કલમ 354 અ અનુસાર ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. માથાસુરિયાના આગેવાન સામત જાદવે જણાવ્યું કે, બે દિવસથી શાળાનો આચાર્ય છેડતી કરતો હતો. જેના કારણે વાલીઓ તથા ગામના લોકો સ્કૂલે પહોંચ્યા હતા. શાળાના આચાર્ય એ ભૂલ સ્વીકારીને માફીપત્ર આપ્યો છે. આમ તેને સમાધાન કરવા પ્રયાસ કર્યો છે. અન્ય 10 વિદ્યાર્થીઓએ પણ એવું જણાવ્યું હતું કે, આચાર્ય એ એમની પણ છેડતી કરી હતી. એટલું કહી વિદ્યાર્થિનીઓ રડવા લાગી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW