HomeGujaratહિંમતનગર-ખંભાત હિંસા મામલે સીએમએ બોલાવી હાઈલેવલ બેઠક, અપાશે કડક આદેશો

હિંમતનગર-ખંભાત હિંસા મામલે સીએમએ બોલાવી હાઈલેવલ બેઠક, અપાશે કડક આદેશો

રવિવારે રામનવમી નિમિત્તે હિંમતનગરના છાપરીયા ગામે નીકળેલી શોભાયાત્રા પર પથ્થમારો થયો હતો. જે બાદ આજંપાભરી શાંતિ જોવા મળી હતી. ત્યારે હિંમતનગરમાં ફરી એકવાર હિંસા ભડકી હતી. હિંમતનગરમાં રાત્રે વણઝારા વાસ અને હસનનગર વિસ્તારમાં હિંસા ભડકી હતી. બંને વિસ્તારમાં જૂથ દ્વારા સામ સામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તો હસનનગર વિસ્તારમાંથી પેટ્રોલ ભરેલા બાટલા ફેંકવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના બાદ આજે બપોરે ગૃહ રાજ્ય મંત્રી, ડીજીપી, આઈબીના વડા સહિતના અધિકારીઓ હિંમતનગર પહોંચી ગયા હતા. એસપી કચેરીમાં આ અંગેની ઉચ્ચ બેઠક બોલાવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાની માહિતી મેળવવા માટે મુખ્યમંત્રીએ તેમના નિવાસસ્થાને હાઈલેવલ બેઠક બોલાવી છે. જેમાં મોટા આદેશ કરવામાં આવે તેવી સંભાવના પણ વ્યક્ત કરાઈ રહી છે.

રામનવમીના દિવસે હિંમતનગર અને ખંભાતમાં થયેલી હિંસાથી ફરી રાજ્યનું સાંપ્રદાયિકતા દૂષિત થઈ હતી. હિંમતનગરમાં ઉભા થયેલા હિંસક ઘર્ષણને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવી, ડીજીપી આશિષ ભાટીયા, રેન્જ આઈજી, જિલ્લા પોલીસવડા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા અને આ બેઠકમાં સ્થાનિક આગેવાનોને પણ બોલાવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર મામલે હવે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં આવ્યા છે અને ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાને રાતે બેઠક બોલાવી છે.

રામનવમીના દિવસે હિંમતનગર અને ખંભાતમાં થયેલી હિંસાથી ફરી રાજ્યનું સાંપ્રદાયિકતા દૂષિત થઈ હતી. હિંમતનગરમાં ઉભા થયેલા હિંસક ઘર્ષણને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવી, ડીજીપી, રેન્જ આઈજી, જિલ્લા પોલીસવડા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા અને આ બેઠકમાં સ્થાનિક આગેવાનોને પણ બોલાવામાં આવ્યા હતા. ત્યારે સમગ્ર મામલે હવે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં આવ્યા છે અને ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાને રાતે બેઠક બોલાવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW