HomeGujaratમોરબીની સરકારી મેડીકલ કોલેજ તાપીને ફાળવી દેવાતા "આપ "એ સિવિલ...

મોરબીની સરકારી મેડીકલ કોલેજ તાપીને ફાળવી દેવાતા “આપ “એ સિવિલ હોસ્પિ. ગેટ બહાર દેખાવ કર્યા

મોરબીજીલ્લામાં વિધાનસભાની પેટા ચુંટણી પહેલા રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા મેડીકલ સરકારી મેડીકલ કોલેજ ફાળવણી કરવાની જાહેરાત કરી હતી જે બાદ આ જાહેરાત જાણે ઠંડુ પાણી રેડી દેવાયું હોય તેમ બે વર્ષ થવા છતાં કોઈ સળવળાટ જોવા મળ્યો ન હતો જોકે અચાનક રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા મોરબી જિલ્લાને ફાળવેલ સરકારી મેડીકલ કોલેજ તાપી જિલ્લાને ફાળવી દેવાઈ છે જયારે મોરબીને ખાનગી સંસ્થા સંચાલિત મેડીકલ કોલેજ આપવાની જાહેરાત થતા મોરબીમાં રાજ્ય અને કેન્દ્રના આ નિર્ણયનો ઠેર ઠેર વિરોધ થવા લાગ્યો છે

ત્યારે આજે મોરબી જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા આજે સિવિલ હોસ્પીટલના ગેટ સામે સરકારના આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો અને ભાજપ સરકાર પર શિક્ષણ આરોગ્ય રોજગારી બાબતમાં ખાનગી કરણ કરી શિક્ષણ આરોગ્યનું વેપારીકરણ કરવાનો આરોપ લગાવ્યો હતો.સાથે સાથે રોજગારી સર્જન કરવામાં નિષ્ફળ ગઈ હોવાનાં આક્ષેપ કર્યા હતા અને સરકાર શખ્સ મોરબીને સરકારી મેડીકલ કોલેજ આપવાની માંગણી કરી હતી. જોક સરકારી મોરબીને ફાળવેલ સરકારી મેડીકલ કોલેજ શરુ નહી કરવામાં આવે તો આગામી દીવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW