મોરબીના લખધીરપુર રોડ પર આવેલ સુઝલોન સિરામિક ફેકટરીના લેબર ક્વાર્ટરમાં રહેતા પવન મેડા નામના શ્રમિકે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો.ઘટના બાદ મૃતકને પીએમ માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બનાવ અંગે તાલુકા પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી યુવકે ક્યા કારણસર આપઘાત કર્યો હતો તે અંગે પણ તપાસ હાથ ધરી છે આ અંગેની વધુ તપાસ જે પી વાસીયાણીએ વધુ તપાસ હાથ ધરી છે

