HomeGujaratCentral Gujaratઉનાળા સામે એક્સન પ્લાન, રેડ એલર્ટમાં બપોરે 12થી 4 કન્સ્ટ્રક્શન સાઈટ બંધ

ઉનાળા સામે એક્સન પ્લાન, રેડ એલર્ટમાં બપોરે 12થી 4 કન્સ્ટ્રક્શન સાઈટ બંધ

ઉનાળાની પરસેવા પાડતી શરૂઆત થઈ છે. દિવસે દિવસે સૂર્યદેવ પોતાનો આકરો મિજાજ દેખાડી રહ્યા છે. મહાનગર અમદાવાદમાં સૂર્યોદય પહેલા થોડી ટાઢક અનુભવાય છે. પણ સૂર્યાસ્ત થયા બાદ પણ અમદાવાદના ઘરના નળમાંથી ગરમ પાણી આવે છે. એટલો આકરો તાપ લાગે છે. આ વિકટ સ્થિતિ અને વધી રહેલા તાપમાનને ધ્યાને લઈને મહાનગર પાલિકાએ એક્શન પ્લાન અમલમાં મૂક્યો છે. હવામાન વિભાગે હિટવેવ તેમજ યલો એલર્ટની આગાહી કરી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઉનાળાની ગરમી ને ધ્યાનમાં રાખીને એક્શન પ્લાન લાગુ કર્યો છે. શહેરીજનોને ગરમીમાંથી રાહત મળે તેવી વ્યવસ્થા તૈયાર કરી છે. અમદાવાદમાં ઉનાળો દર વર્ષે આકરો બની રહ્યો છે. ઉનાળામાં શહેરના તમામ બગીચાઓ બપોરના સમયે જાહેર જનતા માટે ખુલ્લા રહેશે. BRTS બસ સ્ટેન્ડ અને AMTS બસ ડેપો પર પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. બિલ્ડરોને તેમના કન્સ્ટ્રક્શન સાઇટના વર્કર માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવા માટે સુચના દેવામાં આવી છે. રેડ એલર્ટ દરમ્યાન તમામ કનસ્ટ્રકશન અને મેટ્રો રેલ સાઇટ બપોરે 12 થી 4 કામગીરી બંધ રહે તે માટે સુચના આપવામા આવી છે. 2 મહિના સુધી મોબાઈલ પાણીની પરબની વ્યવસ્થા કરવામાં આવી છે. હવામાન ખાતાની આગાહી લોકો સુધી સ્પષ્ટ અને સચોટ રીતે મલી રહે એ રીતે પહોંચાડાશે. 500થી વધારે લોકો જ્યાં ભેગા થતા હશે તો ત્યાં લોકભાગીદારીથી પરબ શરૂ થશે. તમામ હેલ્થ સેન્ટરમાં ORS કોર્નર શરૂ કરાશે. રેડ એલર્ટ વખતે અર્બન હેલ્થ સેન્ટર સાંજે સાત વાગ્યા સુધી ચાલું રહેશે. AMTSના ડેપો પર ORSના પેકેટનું વિતરણ કરાશે. હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકના દર્દીઓને તાત્કાલિક સારવાર મળે એવી વ્યવસ્થા કરાશે.

ખાસ આટલી કાળજી રાખવી જોઈએ
નાના બાળકો- વૃધ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવું
વધુ પ્રમાણમાં પાણી, છાશ અથવા અન્ય પ્રવાહીનું સેવન કરવું
ઠંડકવાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો
લાંબો સમય તડકામાં ન રહેવું, હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવાં

હીટ સ્ટ્રોક લાગવાના લક્ષણો
ઉબકા અને ઉલ્ટી થવી
ગરમીની અળાઇઓ
સ્નાયુઓમાં દુઃખાવો અને અશક્તિ આવવી
ખૂબ પરસેવો થવો અને અશક્તિ લાગવી
માથાનો દુ:ખાવો, ચક્કર આવવા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW