બુધવારે ફોર્બ્સે વર્ષ 2022માં વિશ્વના સૌથી વધુ ધનકુબેરોની યાદી જાહેર કરી હતી. જે યાદીમાં ટેસ્લાના સ્થાપક એલન મસ્ક પહેલા સ્થાને છે. એટલે કે તેઓ દુનિયાના સૌથી વધારે અમીર વ્યક્તિ છે. આ યાદીમાં એમેઝોન કંપનીના સ્થાપક જેફ બેઝોસ બીજા ક્રમે છે. મસ્કની સંપત્તિ 16.59 લાખ કરોડ રૂપિયા છે. જ્યારે જેફ બઝોસની સંપત્તિ 12.95 લાખ કરોડ રૂપિયા છે. રીલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીની સંપત્તિ 6.87 લાખ કરોડની નેટવર્થ છે.
જ્યારે ભારતના સૌથી અમીર વ્યક્તિની વાત કરવામાં આવે તો મુકેશ અંબાણી ટોચ પર રહ્યા છે. પણ આ યાદીમાં અંબાણી દસમા અને ગૌતમ અદાણી 11માં ક્રમે રહ્યા છે. એટલે કે ટોપ 10માં માત્ર એક અંબાણી જ છે. ફોર્બ્સ અનુસાર ગૌતમ અદાણીની સંપત્તિ 6.50 લાખ કરોડ રૂપિયા છે. એક રીપોર્ટ પ્રમાણે અબજોપતિ ભારતીયોની સંખ્યામાં વધારો થયો છે. ગત વર્ષે આ સંખ્યા 140 સુધી પહોંચી હતી. જે હવે વધીને 166 થઈ ગઈ છે. આ લોકોની કુલ સંપત્તિ 57.58 લાખ કરોડ રૂપિયા સુધીની થઈ ગઈ છે. ફોર્બ્સે એવું પણ કહ્યું કે, કોરોના વાયરસની મહામારી વચ્ચે વિશ્વના અબજોપતિઓની યાદીમાં 2021ની તુલનાએ 87 ટકાનો ઘટાડો થયો છે. તાજેતરની યાદીમાં કુલ 2668 વ્યક્તિઓ છે.

જેમની કુલ સંપત્તિ 12.7 ટ્રિલિયન ડૉલર એટલે કે, 962.15 લાખ કરોડ થાય છે. આ નેટવર્થમાં ગત વર્ષની તુલનાએ 400 બિલિયન ડૉલર એટલે કે, 30.30 લાખ કરોડ રૂપિયાનો સીધો ઘટાડો થયો છે. જ્યારે ભારતીય અબજોપતિની યાદીમાં કુલ 29 લોકો છે જે નવા છે. દુનિયાના સૌથી વધારે અબજોપતિ અમેરિકામાં છે. જેની કુલ સંખ્યા 735 છે. બીજા સ્થાને આ યાદીમાં ચીન છે. જ્યાં કુલ 607 અબજોપતિઓ છે. ચીનમાં રહેલા કુલ અબજોપતિઓમાંથી 67 હોંગકોંગમાં અને 1 મકાઉમાં છે. જ્યારે ભારતમાં કુલ 166 અબજોપતિઓ છે. જે દેશની યાદીમાં ભારતનું સ્થાન ત્રીજું રહ્યું છે.
જર્મનીમાં કુલ 134 અબજોપતિઓ છે. જર્મની આ યાદીમાં ચોથા ક્રમે છે. આ યાદીમાં 83 એવા અબજોપતિઓ છે. જે રશિયામાં રહે છે. પણ અમેરિકામાં રહેતા અબજોપતિમાં બિલ ગેટ્સનું નામ પણ પ્રમુખ માનવામાં આવે છે. દેશની દ્રષ્ટિએ રશિયાનો ક્રમ પાંચમો રહ્યો છે. જોકે, યાદીમાં સુધારા વધારા ટૂંક સમયમાં થઈ શકે છે. આ યાદીમાં સાયરસ પૂનાવાલા ચોથા નંબર પર છે. સીરમની કંપની સીરમ ઈન્સ્ટીટ્યુટે કોરોનાની રસી બનાવી છે. તેમની સંપત્તિ 24.3 બિલિયન ડોલર હોવાનું કહેવાય છે. ડીમાર્ટના સ્થાપક રાધાકૃષ્ણ દામાણી આ યાદીમાં પાંચમા નંબરે છે. ગયા નાણાકીય વર્ષમાં તેણે વિશ્વના 100 સૌથી ધનિક લોકોની યાદીમાં સ્થાન મેળવ્યું હતું. તેમની સંપત્તિ $20 બિલિયન હોવાનું કહેવાય છે.

