મોરબી નગરપાલિકા સંચાલિત નંદીઘરમાં શંકાસ્પદ રીતે નંદી અને રખડતા બળદના મોત થવાની ઘટના સામે આવી હતી જે બાદ આ નંદીઘરમાં બેદરકારી દાખવતી હોવાના પણ આક્ષેપ થયા હતા ખાસ કરીને નંદીને પુરતો ઘાસ ચારો પાણી તેમજ યોગ્ય છાયડો મળે તેવી વ્યવસ્થા ન હોવાથી આ પશુઓંના મોત થયા હોવાની ચર્ચા જાગી છે. ત્યારે આ અંગે પૂર્વ ધારાસભ્યએ પાલિકા કચેરી તેમજ જિલ્લા કલેકટર કચેરીને પત્ર લખીને તાત્કાલિક જરૂરી વ્યવસ્થા કરવા આપીલ કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે નંદીઘરમાં 8 અવેડા રાખવામાં આવ્યા છે જેમાં 24 કલાક ભરેલા રાખવા તાકિદ કરી છે આં ઉપરાંત હાલ અહી સાદી તાલપત્રીનો છાયડો કરવામાં આવી રહ્યો છે તો સાદી તાલપત્રીના બદલે યોગ્ય ગુણવતા વાળાતાલપત્રી ઢાકવા જેથી નંદીને બચાવી શકાય ત્રણથી ચાર મહિના બાદ ચોમાસું શરુ થઇ જશે જેથી આ પહેલા ઘાસ ચારો રાખવા યોગ્ય ગોડાઉનની વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ તાકીદ કરી છે આ ઉપરાંત નંદી ઘરમાં ઘાસ ઢોરની સંખ્યાને ધ્યાને રાખી 12 જેટલા કર્મચારી રાખવા પણ જણાવ્યું હતું

