રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 350 જેટલા સિનિયર તબિબોની હડતાળ બીજા દિવસે યથાવત્ત રહી હતી. સિનિયર તબિબોએ રામધુન બોલાવી છેતરપીંડી બંધ કરોના સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શીત કર્યો હતો. સિનિયર તબિબોની હડતાળના પગલે દર્દીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

રાજકોટ મેડિકલ કોલેજના સિનિયર તબીબે જણાવ્યું હતું કે, આજથી અમે અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છીએ. રાજકોટ જિલ્લાના 350 તબીબો હડતાળ પર ઉતર્યા છે. સરકાર અમારી તમામ માગણીઓ સ્વીકારી ન લે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખીશું. ઉચ્ચ પગારધોરણ, એડોપ્ટ સેવા નિયમિત કરવી, સેવા સદન કરવી, પ્રમોશન આપવું સહિતની અમારી માગણીઓ છે.

વર્ષ 2012થી અમારી માંગણી સંતોષવામાં આવી નથી. વર્ષ 2016થી ખાનગી પ્રેક્ટિસ એલાઉન્સ પણ અમને આપવામાં આવ્યું નથી. ત્યારે સરકાર દ્વારા અમારી પડતર માગણી સંતોષવામાં આવે નહીંતર આગામી દિવસોમાં પણ અમારી હડતાળ યથાવત્ત રહેશે.

