HomeGujaratમોરબીમાં રૂ.1.19 કરોડની લૂંટમાં શંકાસ્પદ શખ્સો પોલીસના હાથવેંતમાં

મોરબીમાં રૂ.1.19 કરોડની લૂંટમાં શંકાસ્પદ શખ્સો પોલીસના હાથવેંતમાં

મોરબીના દલવાડી સર્કલ પાસે તાજેતરમાં થયેલા લૂંટની ઘટનામાં પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી દરમિયાન રાજકોટ જિલ્લાના વીંછીયા તાલુકાના નાની માત્રા ગામમાં તપાસની દિશા પહોંચી હતી અહીંના કેટલાક શખ્સોને શંકાના આધારે મોરબી એલસીબી અને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમ ત્રાટકી હતી અને અમુક શખ્સને શંકાના આધારે પૂછપરછ માટે લાવી હતી જોકે આ આરોપીની ભૂમિકા અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી
મોરબીના દલવાડી સર્કલ પાસે
આંગડીયા પેઢીના કર્મચારીઓને આંતરી કારમા આવેલ 4 શખ્સે ગિલોલ અને તલવાર ઘુમાવી ગણતરીની મિનિટમાં 1.19 કરોડ જેટલી રકમની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.આ ઘટનામાં અલગ અલગ દિશામાં તપાસ ચલાવી હતી તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી જે ઘટના સાથે સંડોવાયેલા શખ્સ રાજકોટ જિલ્લાના વીંછીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હોવાની બાતમી મળી હતી જેના આધારે મોરબી અને રાજકોટ એલસીબીની ટીમ નાની માત્રા ગામમાં ત્રાટકી હતી અને શંકાસ્પદ શખ્સોને પૂછપરછ માટે મોરબી લાવી છે જોકે આ લોકો હજુ કોઈ મહત્વની કડી સામે ન મળી હોવાનું પોલીસ જણાવી રહી છે.

બસના ડ્રાઈવર અને કન્ડકટરની ભૂમિકા શંકાના દાયરામાં
ઘટનામાં ખાનગી બસના ચાલક અને કન્ડકટરની ભૂમિકા શંકાસ્પદ હોવાનું જણાવી રહી છે. એવી પણ શંકા સેવાઈ રહી છે જોકે ખરેખર તેઓની ભૂમિકા શંકા કેટલી સાચી છે તે આગામી તપાસ બાદ જ સામે આવી શકે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,330SubscribersSubscribe

TRENDING NOW