સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં રાજકોટનો ધબડકો થયો છે. 12માં નંબરે રહેલું રાજકોટ 33 ક્રમ પાછળ ધકેલાઈને 45માં ક્રમે પહોંચી ગયું છે. કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેક્ટના 100 શહેરોનું રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે. મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા સ્માર્ટ સિટી મિશન અંતગર્ત પસંદ થયેલા 100 શહેરોએ પૂરા કરેલા પ્રોજેક્ટ, કાર્યરત પ્રોજેક્ટ, ગ્રાન્ટના વપરાશના ફાઈનાન્સિયલ સર્ટિફિકેટ એડવાઈઝરી ફોરમ મિટિંગ જેવા માપદંડના આધારે ડાઈનેમિક રેન્કિંગ જાહેર કર્યુ છે.

ડાઈનેમિક રેન્કિંગમાં ટોપ 10 શહેરોમાં ગુજરાતના સુરત અને અમદાવાદ સિવાય એક પણ શહેરનો સમાવેશ થયો નથી. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેક્ટની ધીમી ગતિએ કામગીરી ચાલી રહી હોય તેમ લાગી રહ્યુ છે પરિણામે રાજકોટ 12મા નંબરેથી ધક્કેલાઇને 45માં નંબરે પહોંચી ગયું છે. મહત્વનું છે કે સ્માર્ટ સિટી અંતર્ગત રાજકોટમાં માત્ર 34 ટકા જ કામ થયું. કોન્ટ્રાક્ટ એજન્સીઓ કામ ન કરતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો તો સામે એજન્સીઓએ મનપા નાણાં ન ચૂકવતી હોવાનો આક્ષેપ કર્યો હતો.

મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા સ્માર્ટ સિટી મિશન અંતગર્ત પસંદ થયેલા 100 શહેરોએ પૂરા કરેલા પ્રોજેક્ટ, કાર્યરત પ્રોજેક્ટ, ગ્રાન્ટના વપરાશના ફાઈનાન્સિયલ સર્ટિફિકેટ એડવાઈઝરી ફોરમ મિટિંગ જેવા માપદંડના આધારે ડાઈનેમિક રેન્કિંગ જાહેર કર્યુ છે. ડાઈનેમિક રેન્કિંગમાં 128.80 સ્કોર સાથે સુરત ટોચના ક્રમે છે. જ્યારે 120.39 સ્કોર સાથે આગ્રા બીજા ક્રમે, 119.18 સ્કોર સાથે વારાણસી ત્રીજા ક્રમે, 117.05 સ્કોર સાથે ભોપાલ ચોથા ક્રમે અને 117.77 સ્કોર સાથે ઈન્દોર પાંચમાં ક્રમે છે. જ્યારે 105.25 સ્કોર સાથે અમદાવાદ છઠ્ઠા ક્રમે છે.

