HomeGujaratકોંગ્રેસના આ સિનિયર નેતા અને પૂર્વ MLA જોડાઈ શકે છે AAPમાં, ઈટાલિયાએ...

કોંગ્રેસના આ સિનિયર નેતા અને પૂર્વ MLA જોડાઈ શકે છે AAPમાં, ઈટાલિયાએ કહી મોટી વાત

સૌરાષ્ટ્રના મહાનગર રાજકોટમાં રાજકીય રંગ જોવા મળી રહ્યો છે. દિવસે દિવસે રાજકોટમાં જુદા જુદા પક્ષના લોકોની દોડધામ વધી ગઈ છે. તો બીજી તરફ દરેક પાર્ટીમાં બેઠકનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. કોઈ જિલ્લામાં પક્ષ પલટો થઈ રહ્યો છે તો ક્યાંક રાજીનામા પડવાના એંધાણ છે. રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને હાલ કોંગ્રેસ ઉપપ્રમુખ ઈન્દ્રનીલ રાજ્યગુરૂ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. કોંગ્રેસના પ્રદેશ માળખામાં પણ ઈન્દ્રનીલ રાજ્યગુરૂને સ્થાન આપવામાં આવ્યું છે. પણ ઈન્દ્રનીલ રાજ્યગુરૂ નિષ્ક્રિય જ રહ્યા છે.

બુધવારે ભાવનગર જિલ્લાના પ્રભારી તરીકે પણ તેમણે રાજીનામું આપી દીધું છે. રાજકીય સુત્રોનું માનવામાં આવે તો ઈન્દ્રનીલ રાજ્યગુરૂ આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે સંપર્કમાં છે. એટલું જ નહીં આમ આદમી પાર્ટીના નેતા સાથે બેઠક કરી રહ્યા હોવાની માહિતી મળી રહી છે. ઈન્દ્રનીલ રાજ્યગુરૂ આમ આદમી પાર્ટીમાં જોડાય એવી પૂરી શક્યતાઓ છે. રાષ્ટ્રીય નેતાઓ સાથે મુલાકાત પણ તેમણે ગુપ્ત કરી લીધી છે. આ તમામ માહિતી રાજકીય સુત્રો પાસેથી મળી છે. તેઓ રાજકોટના પૂર્વ ધારાસભ્ય છે. અનેક વખત તેમણે પ્રદેશ કોંગ્રેસની નેતાગીરી મીડિયા સામે વ્યક્ત કરી છે. જેમાં અંદરથી તેઓ નારાજ હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા દોઢવર્ષથી તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. રાજકોટમાં પણ જ્યારે અલગ અલગ પદાધિકારીઓની પક્ષમાં નિમણૂંક હોય છે ત્યારે પણ તેમણે નારાજગી કોંગ્રેસ સામે વ્યક્ત કરી છે. છેલ્લા ઘણા સમયથી તેઓ નિષ્ક્રિય રહ્યા છે. ભાવનગરના પ્રભારી તરીકે રાજીનામું આપ્યું હતું. માત્ર ઈન્દ્રનીલ રાજ્યગુરૂ જ નહીં પણ જાણીતા વધુ એક નેતા, એમના જ સાથીદાર પણ આમ આદમી પાર્ટીમાં જોડાય એવી શક્યતાઓ સેવાઈ રહી છે.

વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકોટ સહિત સૌરાષ્ટ્રને કોંગ્રેસમાં મોટો ફટકો પડે એવા એંધાણ છે. આ સિવાય સૌરાષ્ટ્રના એક પૈસાદાર ગણતા અને દિગ્ગજ નેતા તરીકે જેનું સ્થાન છે તે જુદી જુદી કોર્પોરેશન સામે આંદોલન પણ કરી ચૂક્યા છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે તેઓ ચૂંટણી લડી ચૂકયા છે. રાજકોટ પૂર્વના ધારાસભ્ય પદે રહી ચૂક્યા છે. આ કદાવર નેતા પણ પાર્ટીમાં સામિલ થઈ શકે છે. ડૉ હેમાંગ વસાવડાએ કહ્યું કે, આવી કોઈ માહિતી પક્ષની અંદરની લાઈનમાં નથી. હાલ પ્રતિક્રિયા આપવી યોગ્ય નથી. મીડિયા એવું કહે છે કે, ઈન્દ્રનીલભાઈ આપમાં જાય છે. પણ હજુ સુધી એમણે પોત કે પક્ષમાં આવી કોઈ ચર્ચા કરી નથી. તેમણે કોઈ મતમતાંતર થતા તેમણે ભાવનગરના પ્રભારી પદેથી રાજીનામું આપ્યું છે. આ વાત સાચી છે. પણ એ કોંગ્રેસી છે અને કોંગ્રેસે એમને ઘણું આપ્યું છે. આ સંજોગોમાં તે પોતે જાહેરાત ન કરે ત્યાં સુધી હું આવી વાત પર કોઈ વિશ્વાસ કરી શકું નહીં. ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, છેલ્લા ઘણા દિવસથી ઘણી ચર્ચાઓ ચાલે છે. જુદા જુદા વ્યક્તિઓ વિશે. અમારૂ તો બધાને ખુલ્લું આમંત્રણ છે. ગુજરાતમાંથી ભ્રષ્ટ ભાજપ અને કોંગ્રેસને હટાવીને સારી સરકાર લાવવી હોય તો બધા અમારી સાથે આવે. અમે બધાનું સ્વાગત કરીએ છીએ. સારા, સજ્જન અને લડાયક માણસો, પ્રમાણિક માણસોનું સ્વાગત કરીએ છીએ. ઈન્દ્રનીભાઈ આવે તો પણ સ્વાગત અને નરેશ પટેલ આવે તો પણ સ્વાગત છે. મારી સાથે કોઈ વાતચીત થઈ નથી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW