HomeGujaratવનરક્ષક પેપરલીકનો રેલો પાલીતાણા પહોંચ્યો, એકેડમીના સંચાલકની અટકાયત

વનરક્ષક પેપરલીકનો રેલો પાલીતાણા પહોંચ્યો, એકેડમીના સંચાલકની અટકાયત

ત્રણ દિવસ પૂર્વે રાજ્યમાં વનરક્ષકની પરીક્ષા લેવાઈ હતી. જેમાં ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું હતું. તેમજ પેપરલીક થઈ ગયું હોવાની વાતો પણ સામે આવી હતી. ત્યારે આ પેપરલીકનો રેલો પાલીતાણા સુધી પહોંચ્યો છે. પાલિતાણાની યુવા એકેડમીના ગ્રુપમાં બપોરે 1.04 કલાકે પેપર આવી ગયું હતું. તથા એકેડમીના સંચાલક મહેશ ચુડાસમાએ પેપરના ફોટા પણ શેર કર્યાં હતાં. આ અંગેના પુરાવા સામે આવ્યા બાદ પોલીસે એકેડમીના સંચાલકની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.

ગત તા. 27ના રોજ રાજ્યભરમાં લેવાયેલી વનરક્ષકની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના પુરાવા યુવા અધિકાર ન્યાય ચળવળના યુવરાજસિંહ જાડેજા દ્વારા રજુ કર્યાં હતા જેમાં પાલિતાણાની યુવા એકેડમીના ગૃપમાં બપોરે 1.04 કલાકે પેપર શરૂ હતું એ દરમિયાન એકેડમીના સંચાલક મહેશ ચુડાસમા દ્વારા પેપરના ફોટા શેર કર્યાં હતા. આ પુરાવા જાહેર થયાં બાદ પાલિતાણા પોલીસ દ્વારા એકેડમીના સંચાલક મહેશ ચુડાસમાની બપોરે અટકાયત કરી પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં લાવી પોલીસ દ્વારા પુછપરછ શરૂ કરાઈ હતી.

મહેશ ચુડાસમા પાલિતાણા તાલુકાની પ્રાથમિક શાળાનો શિક્ષક છે અને તે આ એકેડમીમાં સેવા આપતો હોવાનું જાણવા મળ્યું છે. આ સિવાય બુધેલની શાળામાં એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થીની મોબાઈલ સાથે મળી આવ્યા હતા. તેમજ તળાજાની આરએમડી સ્કુલ શોભાવડમાં પણ ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો થયાં છે. જોકે આ બંન્ને કિસ્સામાં પોલીસે કોઈ તપાસ હાથ ધરી નથી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW