HomeGujaratખેડૂતોને 12 કલાક વીજળી નહીં તો બિલ નહીં, આપની સરકારને ચીમકી

ખેડૂતોને 12 કલાક વીજળી નહીં તો બિલ નહીં, આપની સરકારને ચીમકી

રાજ્યમાં વીજ પ્રશ્ને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા સરકારને ઘેરવાના પ્રયાસો શરૂ થયા છે. ખેડૂતોને 8 કલાક સુધી વીજળી આપવાની સરકારે મોટા ઉપાડે જાહેરાત કરી દીધી પણ વાસ્તવિક સ્થિતિમાં ધરતીપુત્રોને માત્ર ત્રણથી છ કલાક સુધીનો જ વીજપુરવઠો મળી રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીએ સરકારને ચીમકી આપી છે કે, જો ખેડૂતોને 12 કલાક વીજળી નહીં મળે તો ધરતીપુત્રો વીજબીલ નહીં ભરે. તેમજ જો તંત્ર ખેડૂતોના કનેક્શન કાંપી નાંખશે તો આપ દ્વારા આવા કનેક્શનો પૂર્વવત કરાશે.

પ્રદેશ મહામંત્રી સાગર રબારીએ ગાંધીનગરમાં પ્રેસકોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ખેડૂતોને પુરતાં પ્રમાણમાં વીજળી મળતી નથી.જેના કારણે ઉનાળાનું વાવેતર પુરતા પ્રમાણમા નથી થતું. ઉનાળામાં ઘાસચારાનું વાવેતર વધુ થાય છે. પરંતું વીજળી નહીં મળવાથી ખેડૂતોને પાણી મેળવતા મુશ્કેલીઓ થાય છે અને તેના કારણે પાક નહીં થવાથી પશુધનને ઘાસચારો મળતો નથી.

2003થી વીજળીના સમયમાં ઘટાડો શરૂ થયો છે. હવે 8 કલાકથી 6 કલાક કરી છે અને હજી ઘટાડી શકે છે. ગુજરાતની 56 ટકા વસ્તી આ મુશ્કેલીમાં છે. ગુજરાતમાં જ્યાં સુધી 16 કે 12 કલાક અવિરત પુરવઠો ખેડૂતોને નહિ મળે ત્યાં સુધી તેઓ વીજ બિલ નહિ ભરે. જો કોઈ કંપનીઓ બિલ કાપશે તો આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ ખેડૂતના ત્યાં જઈ કનેક્શન ફરી જોડી આપશે. અમારા પર જો બળપ્રયોગ કરશે તો નેશનલ હાઇવે ચક્કાજામ થશે. અન્ય રાજ્યોમાં મફત વીજળી છે તો ગુજરાતમાં વીજળી મફત કેમ નહિ. છેલ્લા ઉપાય તરીકે ગુજરાતને અન્ય રાજ્યો સાથે જોડતા નેશનલ હાઇવે ચક્કાજામ કરશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW