HomeGujaratમોરબી: શહીદદિને 2300 ફૂટ લાંબા ત્રિરંગા સાથે યાત્રા યોજી શહીદોને વીરાંજલી અપાઈ

મોરબી: શહીદદિને 2300 ફૂટ લાંબા ત્રિરંગા સાથે યાત્રા યોજી શહીદોને વીરાંજલી અપાઈ

23 માર્ચના રોજ 1931ના રોજ દેશના વીર સપુત ભગતસિંહ સુખદેવ અને રાજગુરુને અંગ્રેજો દ્વારા ફાંસીની સજા આપવામાં આવી હતી.આ દિવસને દેશભરમાં હાલ શહીદ દિવસ તરીકે લોકો ઉજવણી કરી રહ્યા છે. દેશની આઝાદી માટે પોતાનો જીવ રેડનાર શહીદને યાદ કરે છે. ત્યારે મોરબીમાં આજે અલગ અલગ સંસ્થા દ્વારા શહીદને યાદ કરવા અલગ અલગ આયોજન કરાયા હતા. જેમાં મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પીજી પટેલ કોમર્સ કોલેજના છાત્રો સાથે મળી મોરબીના સ્કાય મોલ ખાતેથી ગાંધી ચોક વિસ્તાર સુધી 2300 ફૂટ લાંબા ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

બેન્ડ સાથે દેશભકિતના ગીત સુરાવલી વગાડતા યુવાનો શહીદો અમર રહો ના નારા સાથે યાત્યંરામાં જોડાયા હતા. આ ઉપરાંત યંગ ઇન્ડિયા ગ્રુપના યુવાનોએ વધુ એક પહેલ પણ કરી હતી જેમાં ભગતસિંગ દ્વારા જેલવાસ દરમિયાન કેદીઓના અધિકાર માટે લડાઈ લડવા 116 દિવસ સુધી ભૂખ હડતાળ કરી હતી આં હડતાળની પણ યાદગીરી રૂપે 116 યુવાનોએ આજે ઉપવાસ કર્યા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW