HomeGujaratમોરબીમાં વૃદ્ધના 2 મહિલા સાથે ફોટો પાડી વાયરલ કરવાની ધમકી આપી અપહરણ...

મોરબીમાં વૃદ્ધના 2 મહિલા સાથે ફોટો પાડી વાયરલ કરવાની ધમકી આપી અપહરણ કર્યુ,રૂ.22 લાખ પડાવ્યા

મોરબી શહેરના ઉમિયા ચોક વિસ્તારમાં રહેતા રામજીભાઈ હરીભાઈ પારેચાને તેમનો મહેન્દ્રનગર નજીક ફ્લેટ વેચાણ કરવાનો હોય જે અંગે ઠગ ટોળકીને જાણ થતાં તેઓએ કાવતરું રચી ગીતાબેન ઉર્ફે રીંકુબેન અંકિતભાઈ નાગલા અને ઉષાબેન પટેલ નામની 2 મહિલાઓ ફ્લેટના ટોકન પેટે રૂ.5000 આપવા પહોચી હતી જ્યાં વાતચીત ચાલી રહી હતી તે દરમિયાન અનિલ ઉર્ફે દેવા વીનુંભાઈ રાવળ નામના શખ્સે ચોરી છુપીથી ફોટા પાડી લીધા હતા બીજી તરફ પ્રશાંત ઉર્ફે લાલો પ્રવીણભાઈ બારોટ, અનિલ ધસી આવ્યો હતો અને તેણે ફોટા વાયરલ કરવાની ધમકી હતી.બાદમાં કારમાં અપહરણ કર્યું હતું. અને વાંકાનેર તરફ લઈ ગયા હતા અને રૂ.1 કરોડની માંગણી કરી હતી. જે બાદ આરોપીઓએ બળજબરીથી રૂ.22 લાખ પડાવી લીધા હતા.બાદ આ ઘટનાના સમાધાન નામે આરોપી પ્રશાંત ઉર્ફે લાલો પ્રવીણ બારોટ રાજકોટ બોલાવવા ધાક ધમકી આપી હતી બનાવ અંગે રામજીભાઇ પારેચાએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW