HomeGujaratમોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરી હત્યા, દાગીનાની લૂંટ કરનારને છેલ્લા શ્વાસ...

મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરી હત્યા, દાગીનાની લૂંટ કરનારને છેલ્લા શ્વાસ સુધી કેદ રૂ 20,હજારનો દંડ

મોરબીના એક વિસ્તારમાં 26 જુલાઈ 2016 સાંજના સમયે એક પરપ્રાંતીય શ્રમિક પરિવારની સગીર વયની દિકરી કુદરતી હાજતે ગઈ હતી તે દરમિયાન બબલુરાય ઉર્ફે અભિમન્યુ રામસવારે બીસુના નામના આરોપીએ પીછો કર્યો હતો અને તેના પાછળથી પકડી રાખી અવાવરું જગ્યાએ લઇ ગયો હતો અને તેની સાથે બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું આરોપી આ ઘીન્નકૃત્યથી પણ સંતોષ ન થતાતેની હત્યા નીપજાવી હતી અને સગીરાએ પહેરેલા પીળી ધાતુના નાકના દાણા,સફેદ ધાતુના ચેઈન સહિતના દાગીનાની લુંટ ચલાવી ફરાર થઇ ગયો હતો. આ બનાવમાં ભોગ બનનારના કૌટુબીક ભાઈએ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. ફરિયાદ આધારે પોલીસે આરોપી બબલુરાય ઉર્ફે અભિમન્યુ રામસવારે બીસુને ઝડપી લીધો હતો અને મેડીકલ ચેકઅપ બાદ જેલ હવાલે કર્યો હતો
આ ઘટનાની તપાસ બાદ પોલીસે રજુ કરેલા આનુસંગિક પુરાવા સાથેની આધારે ચાર્જસીટ સ્પે જજ પોક્સો અને અધિક સત્ર ન્યાયાધીશ કોર્ટમાં રજુ કરાઈ હતી. જે બાદ કોર્ટ કાર્યવાહી ચાલી હતી જેમાં ફરીયાદી પક્ષ તરીકે સરકારી વકીલ સંજય દવે રોકાયા હતા અને 33 સંયોગિક પુરાવા દસ્તાવેજ તેમજ 18 સાક્ષીઓને સાંભળી મેજીસ્ટ્રેટ દ્વારા આરોપીને કસુરવાર ઠેરવ્યો હતો. મેજીસ્ટ્રેટ દ્વારા આરોપીનો ગુન્હો સાબી થતા આજીવન કેદની સજા સંભળાવી હતી સાથે સાથે 20,000નો દંડ પણ ફટકાર્યો હતોં અ ઉપરાંત જો આરોપી દંડ ન ભરપાઈ કરે તો વધુ 2 વર્ષની કેદ ફટકારવાનો આદેશ કર્યો છે.સાથે સાથે ભોગ બનનાર સગીરાના માતા પિતાને પણ રૂ 10 લાખનું વળતર ચુકવવા પણ કોર્ટે આદેશ કર્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW