માળિયા તાલુકાના તરઘરી ગામમાં રહેતા ગૌતમભાઈ રૂડાભાઈ મુછડિયા નામના આધેડ ઓર પોતાના પરિવારના ગુજરાનની જવાબદારી હોય અને મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા જોકે તેમને પણ કેન્સરે ઘેરી લેતા પરિવાર પર આભ ફાટી પડવા જેવી સ્થિતિ બની હતી. આવા સમયે સ્વયં સેવક દળ તેમજ વીર મેઘમાયા ગ્રુપના યુવાનો આગળ આવ્યા અને તેમના માટે કરીયાણા અને જનરલ સ્ટોરનું બાંધકામ કરી તેમાં તમામ સામાનની વ્યવસ્થા તેમના રોજગારની કાયમી વ્યવસ્થા શરુ કરી હતી. જેથી પરિવારજનોને કોઈની સામે હાથ ન લંબાવવો પડે તેવી વ્યવસ્થા કરી દીધી હતી.યુવાનોની આ પહેલથી કેન્સર પીડિત આધેડના પરિવારમાં ખુશીની લ્હેર છવાઈ હતી.

