વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે ગુજરાત શહેરની મુલાકાતે આવ્યા છે. આ બે દિવસ દરમિયાન કેટલાક મોટા પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરવાના છે. જોકે, આ મુલાકાતને વિકાસના કામને વેગ આપવાના દ્રષ્ટિકોણ કરતા રાજકીય હેતું માટે વધારે માનવામાં આવે છે. કારણ કે આવનારા દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. જેને લઈને ભાજપે અંદરખાને તૈયારીઓ તેજ કરી દીધી છે.
વડાપ્રધાન મોદી ચારેક વર્ષ બાદ પક્ષના મુખ્ય કાર્યાલય કમલમની મુલાકાત લેવાના છે. જયાં તેઓ ભાજપના નેતા, ધારાસભ્ય અને સાંસદ સાથે ખાસ મુલાકાત કરશે. પણ આ માહોલ વચ્ચે અમદાવાદ કોર્પોરેશનના મેયર કિરીટ પરમાર પણ કમલમ પહોંચ્યા હતા. પણ ગેટ પર સિક્યુરિટી તરફથી એમને રોકી દેવામાં આવ્યા હતા. 20 મિનિટ સુધી મેયરને ગેટ પાસે રાહ જોવાની ફરજ પડી હતી. અમદાવાદના મેયર વડાપ્રધાન મોદીને રોડ શૉમાં પાછળ રહી ગયા હતા. તેથી કમલમમાં જતા એમને રોકી દેવામાં આવ્યા હતા. એ પછી તેઓ ભરતડકે બોર્ડની પાછળ જઈ છુપાઈને ઊભા રહી ગયા હતા.

ભાજપના કેટલાક કાર્યકરો જે અંદર હતા એમને ફોન કર્યા પણ કોઈ પ્રકારે પ્રતિસાદ ન મળતા તેઓ 20 મિનિટ સુધી દરવાજે ઊભા રહી ગયા હતા. પછી અંદરથી એક લીસ્ટને ચેક કરી ભાજપના કાર્યકર્તાઓ મેયરને સંતાડીને પોતાની સાથે અંદર લઈ ગયા હતા. આ સમયે મેયર મીડિયાથી બચતા જોવા મળ્યા હતા. કમલમમાં આવેલા હોલમાં વડાપ્રધાન મોદી સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના કુલ 10 નેતાઓ જ હાજરી આપશે. આ પ્રસંગે પૂર્વ મંત્રી નીતિન પટેલ પણ ખાસ હાજર રહ્યા હતા. આ હોલમાં કુલ 350 જેટલા લોકો સરળતાથી બેસી શકે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
કમલમમાં ભાજપના નેતાઓ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ પ્રદેશ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. આ બેઠકમાં દરેક નેતાએ પોતાની સાથે ટેબ્લેટ રાખવું અનિવાર્ય છે. જોકે, કેટલાક નેતાઓ પોતાનું ટેબ્લેટ ભૂલી જતા યુદ્ધના ધોરણે ઘરેથી મંગાવવામાં આવ્યા હતા. જોકે, ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન મોદી રાજકીય સમીકરણ અંગે કોઈ ચોક્કસ પોલીસી ગોઠવી જાય એવું પક્ષના સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

