HomeGujaratમોરબી બાયપાસ નજીક પાલિકાનું ડીમોલેશન ૧૫થી વધુ કેબીન-દુકાન હટાવાઈ,જુઓ વિડીઓ

મોરબી બાયપાસ નજીક પાલિકાનું ડીમોલેશન ૧૫થી વધુ કેબીન-દુકાન હટાવાઈ,જુઓ વિડીઓ

મોરબી શહેરના બાયપાસથી લાયન્સનગર- ગોકુલ નગર વિસ્તારને જોડતા રોડનું કામ હાથ ધરવામાં આવી રહ્યું છે આ રોડ પહોળો કરવા પાલિકા દ્વારા આજે ડીમોલેશન કામગીરી હાથ ધરી હતી.અને આસપાસ વિસ્તારમાં ગેરકાયદે ખડકાયેલ લારી,દુકાન કેબીન,વાડા સહીત 15થી વધુ નાના મોટા દબાણ દુર કરવામાં આવ્યા હતા.

મોરબી શનાળા બાયપાસ વિસ્તારમાં આવેલ ગોકુલ નગર અને લાયન્સ નગર મેઈન રોડ પર બન્ને સાઈડ દબાણ ખડકાઈ જતા આ રોડને પહોળો કરવા નગરપાલિકા તંત્ર દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી રહી છે આ માટે રોડ પર આવતા 30જેટલી દુકાન કેબીન સહિતના દબાણ ખડકાઈ ગયેલા હોવાથી આ લોકોને નોટીસ ફટકારવામાં આવી હતી જોકે નિયત મુદતમાં દબાણ દુર ન થતા આજે મોરબી પાલિકા ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા પીડબ્લ્યુડી વિભાગના હિતેશભાઈ તેમજ પાલિકાની ટીમ દ્દવારા બાણ દુર કરવાની કામગીરી હાથ ધરી.અને બાયપાસવિસ્તારથી લાયન્સ નગર સુધી ખડકાયેલ 15 જેટલા દબાણ પર બુલડોઝર ફેરવી દબાણ હટાવ્યું હતું અને રોડની બન્ને સાઈડ જગ્યા ખાલી કરાવી હતી અગામી દિવસમાં અહી નવાં રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ પી ડબ્લ્યુ ડીના હિતેશ ભાઈ રવેશિયાએ જણાવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,600SubscribersSubscribe

TRENDING NOW