મેરે સૈયા ખુબ હી કમાત હે મહંગાઈ ડાયન ખાઈ જાત હે થોડા વર્ષો પહેલા મોંઘવારીના ડામ મધ્યમ વર્ગીય પરિવારની સ્થિતિનું વર્ણન કરતું બોલીવુડનું આ ગીત કરી રહ્યું છે. માણસ પોતાના મોજ શોખ વસ્તુ તો દુર રહી જીવન જરૂરી ચીજ વસ્તુ પણ લોકોની ખરીદ શક્તિ બહાર જતી હોય તેમ લાગી રહ્યું છે .પેટ્રોલ ડિઝલના ભાવ આસમાને જતા અન્ય ખાદ્ય ચીજ રહેણી કરણી શાળા કોલેજોની ફી માં મોઘવારીના દમ લાગ્યા બાદ એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. હવે વાહનોના થર્ડ પાર્ટી વીમાના દરમાં વધારો કરવાની તૈયારી છે. કેન્દ્રીય પરિવહન મંત્રાલય તથા વીમા નિયમનકાર દ્વારા તે વિશેનો મુસદો જારી કરી દેવામાં આવ્યો છે. તમામ શ્રેણીના વાહનો માટે થર્ડ પાર્ટી વીમો મોંઘો થવાના એંધાણ છે. અને તે નવા નાણાંકીય વર્ષથી લાગુ થશે.
કોરોનાકાળના બે વર્ષ બાદ પ્રથમ વખત વાહનવીમા દરમાં વધારો થશે. મુસદામાં 150 સીસીથી વધુ અને 350 સીસીથી નીચા ટુ-વ્હીલરનું થર્ડ પાર્ટી વિમા પ્રિમીયમ રૂા. 1366 તથા 350 સીસીથી મોટુ એન્જીન ધરાવતા બાઈકનું પ્રિમીયમ 2804 કરવાની દરખાસ્ત છે. 1000 સીસીની ખાનગી કારનું પ્રિમીયમ રૂા. 2094 તથા 1200થી 1500 સીસી માત્ર રૂા. 3416 કરવાની દરખાસ્ત છે. 1500 સીસીથી વધુનું એન્જીન ધરાવતી કારનું થર્ડપાર્ટી વીમા પ્રિમીયમ રૂા. 7897 કરવાનો પ્રસ્તાવ છે.
માલસામાનની હેરફેર કરતા વ્યાપારી વાહનોનું પ્રિમીયમ રૂા.16049થી રૂ. 44242 કરવાની દરખાસ્ત છે. ખાનગી માલસામાનનું વહન કરતા વ્યાપારી વાહનોનું પ્રિમીયમ વાહનમાં વજન પ્રમાણે જ રૂ. 8510થી રૂા. 25038 થશે. ઇલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવા આ પ્રકારના વાહનના પ્રિમીયમમાં 15 ટકાનુંં ડિસ્કાઉન્ટ સુચવવામાં આવ્યું છે. જે 3-વ્હીલરમાં 457થી 2383, કાર માટે 1780થી 6712 રહેશે.

